ETV Bharat / city

જનતાની માફી માગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહી છે, કૉંગ્રેસના પ્રવક્તાએ કર્યા આક્ષેપ

રાજ્યમાં ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા (BJP Gujarat Gaurav Yatra) શરૂ કરી છે. ત્યારે હવે ભાજપની આ યાત્રા અંગે કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress) ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

જનતાની માફી માગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહી છે, કૉંગ્રેસના પ્રવક્તાએ કર્યા આક્ષેપ
જનતાની માફી માગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહી છે, કૉંગ્રેસના પ્રવક્તાએ કર્યા આક્ષેપ
author img

By

Published : Oct 14, 2022, 10:38 AM IST

અમદાવાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress) ભાજપે શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રા (BJP Gujarat Gaurav Yatra) અંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અણઘડ વહીવટ અને બેદરકારીના કારણે ગુજરાતના નાગરિકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના નાગરિકોને માફી માગવાને બદલે ભાજપ ગૌરવ યાત્રા લઈને (BJP Gujarat Gaurav Yatra) નીકળી છે. સાથે જ તેમણે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને (Amit Shah Home Minister) પણ આડેહાથ લીધા હતા.

કૉંગ્રેસ પ્રવક્તાના ભાજપ પર પ્રહાર

ગુજરાતની અર્થવ્યવસ્થા ડામાડોળ કૉંગ્રેસના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress) જણાવ્યું હતું કે, ભાજપે ગુજરાતના લોકોની માફી માગવી જોઈએ. ભાજપે દેવું કરીને જેમણે ગુજરાતની અર્થવ્યવસ્થાને (Gujarat Economy) ડામાડોળ કરી દીધી છે. એ રીતે જોતાં ભારતીય જનતા પાર્ટીએ આખા દેશની અને ખાસ કરીને ગુજરાતની માફી માગવી જોઈએ.

ભાજપ પર ગંભીર આક્ષેપ તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ (alok sharma congress on BJP Gujarat) કરતા જણાવ્યું હતું કે, ભાજપના અસામાજિક તત્વોએ જે રીતની આદિવાસી ભાઈઓની ધોલાઈ કરી છે. તેને જોતા માફી માગવી જોઈએ.

અમિત શાહ પર પ્રહાર તેમણે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ ખોટું બોલવામાંથી જ ઊંચા નથી આવતા. આજે એમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, 1 લાખ કરોડ રૂપિયા આદિવાસી બજેટ માટે રાખ્યું. શું તમે ગુજરાતની જનતાને નાસમજ સમજી રહ્યા છો. તમને ખોટું બોલવાની બીમારી છે એ બધાને ખબર છે, પરંતુ આદિવાસીઓથી ખોટું બોલવાની તમારે શું જરૂર પડી?

આદિવાસી ભાઈઓને પૈસા પરત કર્યા હોત તો સારુ થાત ગુજરાતનું બજેટ 2 લાખ કરોડ રૂપિયા છે. એમાંથી 45 ટકા બજેટ તમે આદિવાસીઓ માટે ફાળવી દીધું? કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) તમારે આવી રીતે ખોટું બોલવું ના જોઈએ. આના કરતાં મનરેગા યોજના હેઠળ જે આદિવાસી ભાઈઓને એમના પૈસા નથી મળ્યા એ એમને પાછા આપવાની વાત કરવામાં આવતી તો એ વધુ સારું રહેતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.