ETV Bharat / city

અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને યુવકે કરી યુવતીની છેડતી - Gujarat

અમદાવાદ શહેરમાં અપવાદરૂપ તત્વોને કોઈનો ડર રહ્યો નથી. ગુરુવારે ધોળા દિવસે અમદાવાદના એક વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવતીની છેડતી કરવામાં આવી છે. જેથી પોલીસે છેડતી કરનારા આરોપીની ધરપકડ કરી છે. આ ધરપકડ કર્યા બાદ પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, છેડતી કરનારા આરોપીની પત્ની ગર્ભવતી છે. જેથી આરોપીએ શારીરિક સુખ મેળવવાની આશાએ છેડતી કરી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jan 28, 2021, 7:57 PM IST

  • યુવતી સાથે બીભત્સ ચેનચાળા કરી છેડતી
  • છેડતી કરનાર CCTVમાં કેદ
  • પોલીસે આરોપીની કરી ધરપકડ
    અમદાવાદ

અમદાવાદ: ગુરુવારે નવરંગપુરા વિસ્તારમાં ચિરાગ ભાટી નામનો યુવક તેનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામવેદ હોસ્પિટલ પાસે યુવતી ઉભી હતી. તેની યુવકે બીભત્સ શબ્દો બોલીને અને વર્તન કરીને છેડતી કરી હતી. જે મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે CCTV ફૂટેજને આધારે આરાપીની ધરપકડ કરી હતી.

આરોપીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

પોલીસે આરોપીની ધરપકડ કરી બાદમાં જાણવા મળ્યું કે, આરોપી ચિરાગ ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરે છે. આરોપી પરિણીત છે અને તેની પત્ની ગર્ભવતી હોવાથી 3 મહિનાથી તે શારીરિક સુખ માણી શક્યો નથી માટે આ પ્રકારે બીભત્સ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.