ETV Bharat / city

અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ - Ahmedabad

અમદાવાદમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. જેમાં નિકોલમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ બાદ કૃષ્ણનગર પોલીસ મથકે વધુ એક સગીરાએ છેડતીની ફરિયાદ નોધાવી છે. સગીરાનો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

police
અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ
author img

By

Published : May 12, 2021, 7:38 AM IST

  • અમદાવાદમાં વધુ એક સગીરા બની છેડતીનો શીકાર
  • પાડોશી યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી
  • સગીરાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ મથકે છેડતીના ગુનામાં સંડોવાયેલ આરોપી રચિત જોષીની ધરપકડ કરી છે. આરોપી સગીરાની પાડોશમા રહેતો હતો અને સગીરાની છેડતી કરતો હતો. આરોપી સગીરાને બ્લેક મેલ કરતો અને ધમકી આપતો હતો કે તારો કપડા બદલતો વિડીયો મારી પાસે છે. તુ સંબંધ નહી રાખે તો વાયરલ કરી દઈશ. ઉપરાંત સગીરાએ જ્યારે આરોપીને વોટ્સએપ પર બ્લોક કર્યો ત્યારે પણ ધમકી આપી અનબ્લોક કરાવ્યો હતો.

અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો : સુરતમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના આવી સામે

પોલીસ તમામ પુરાવા એકઠા કરવામાં લાગી

આરોપી રચિતની ધરપકડ કરતા સામે આવ્યુ કે તેણે સગીરાનો વિડીયો અને મોબાઈલમા થયેલી ચેટ ડિલિટ કરી દીધી છે. પરંતુ પોલીસે મોબાઈલ FSLમાં મોકલી આપ્યો છે. જેથી પુરાવા એકઠા કરી શકાય. ઉપરાંત આરોપી એ વિડીયો કેવી રીતે મળવ્યો અને સગીરાને બ્લેકમેઈલ કરવા પાછળ અન્ય કોઈ હેતુ હતો કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે. આરોપી રચિતની ધરપકડ બાદ તપાસ કરતા તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ. ઉપરાંત રચિતે સગીરાને જે બિભત્સ મેસેજ અને વિડીયો મોકલ્યા હતા. તે પણ પોલીસે કબ્જે કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.