અમદાવાદ: અમદાવાદના અલગ અલગ એકમોએ કોર્પોરેશનના અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Pollution Control Board) દ્વારા એક્શન કાપવાની કામગીરી સામે ગુજરાત હાઇકોર્ટમાં (Important Order Of Gujarat High Court) અરજી કરી હતી. જે તમામ અરજીઓને જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે ફગાવી દીધી છે. જેથી સાબરમતી નદીમાં પ્રદૂષણ (Pollution in Sabarmati river) ફેલાવનાર ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રહેશે.
આ પણ વાંચો: Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી
કોર્ટે આદેશ કર્યો
કોર્ટે આદેશ કર્યો છે કે, જ્યાં સુધી એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું (etp) ડિસ્ચાર્જ યોગ્ય નિયમો અને ધારાધોરણોને પ્રમાણેનું થાય અને નવી મેગા પાઇપલાઇનના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કોર્પોરેશનને અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાપેલા જોડાણો યથાવત રહેશે. તેમજ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યના ભોગે ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં તેવો કોર્ટે હુકમ અવલોકન કર્યું છે.
આ પણ વાંચો: Pollution In Sabarmati River: AMC-GPCBને ભૂતકાળમાં કરેલા બ્લન્ડરમાંથી બહાર આવવાની તક આપી રહ્યા છીએ-હાઈકોર્ટ
11 જેટલા એકમોએ કરી હતી અરજી
કોર્પોરેશનની કામગીરી સામે 11 જેટલા એકમોએ અરજી કરી હતી અને તેને ફરીથી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે તેને પણ ફગાવી દેવામાં આવી છે. "હાઈકોર્ટે કરેલા લેખિત ઓર્ડરમાં નોંધ્યું છે કે, હવે પરિસ્થિતિ કાબૂમાં નથી અને હવે બહુ થયું." લોકોના પર્યાવરણ અને આરોગ્યના ભોગે આ પ્રકારના ઔદ્યોગિક એકમોને મંજૂરી નહીં મળે.