અમદાવાદ- હાઇકોર્ટ સમક્ષ આવેલા અતિ સંવેદનશીલ અને ચોકાવનારા બે દિવસીય બાળકની કસ્ટડીના કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને સોંપવા કોર્ટે હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ સરોગસીના માધ્યમથી જન્મેલી બાળકીને (Child by surrogacy) લઇ પોલીસ પ્રશાસન અને સિવિલ હોસ્પિટલ પ્રશાસને પણ નિર્દેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો- ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થોડા દિવસ અગાઉ નવજાત બાળકની કસ્ટડી માટે થઈને પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરી હતી. પરંતુ આ કેસમાં મહત્વનું એ હતું કે આ બાળક સરોગેટ મધર દ્વારા જન્મ્યું (Child by surrogacy)હતું. સરોગેટ મધર પોલીસ કસ્ટડીમાં હોવાના લીધે પોલીસ બાળકને તેના જૈવિક માતાપિતાને ન આપતાં પિતાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું. આ કેસમાં સરોગેટ મધર માતાપિતાને આપવા માટે તૈયાર હતી. પરંતુ પોલીસ કસ્ટડીમાં (Surrogate mother in police custody) હોવાના લીધે પોલીસ કસ્ટડી (custody of a newborn by surrogacy) જૈવિક માતાપિતાને આપતી ન હતી. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ માતા પિતાએ સરોગેસી માધ્યમથી જન્મ માટેની પ્રક્રિયા સપ્ટેમ્બર 2021માં કરી હતી જ્યારે સરોગેસીમાં નવા સુધારા ડિસેમ્બર 2021 માં આવ્યા છે તેથી આ નવા કાયદા (Surrogacy Act) આ કિસ્સામાં લાગુ પડતા નથી.
આ પણ વાંચોઃ માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?
સરોગસીના એકટનો સંદર્ભ અપાયો - અરજદારના વકીલ દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે નવજાત શિશુના માતાપિતા તેમને જેલમાં મોકલવા માટે માનતા નથી અને સરોગેટ મધર અને જીવિત માતાપિતા વચ્ચે થયેલા કરાર મુજબ (Surrogacy Act) બાળકના જન્મ પછી તરત તેની કસ્ટડી સોંપવામાં આવશે. સરોગસીના એકટમાં પણ કોઈ એવો નિયમ નથી કે કેટલા નિર્ધારિત સમયમાં બાળકને તેના જૈવિક માતાપિતાને સોંપવામાં આવે. તેથી આ કિસ્સામાં તેની બાળકીને તેના જૈવિક માતાપિતાને સોંપી દેવામાં આવે. સમગ્ર મામલે સરકારને પણ રજૂઆત હતી કે તે તેમની બાળકીને માતાપિતાને મળવા દેવા માટે કોઈ રોક લગાવવામાં આવતી નથી. પરંતુ શિશુને માતાના દૂધની જરૂરિયાત રહેતી હોય છે તે માટે થઈને ચિંતા નવજાત શિશુના સંદર્ભે છે.
આ પણ વાંચોઃ Surrogacy Regulation Act 2021 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021ને આપી મંજૂરી
તાત્કાલિક કબજો સોંપવા આદેશ - સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે નવજાત શિશુની કસ્ટડી તેના માતાપિતાને સોંપી દેવામાં આવે તેવો આદેશ કર્યો છે. આ કેસમાં હાઇકોર્ટનો મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે સરોગેટ માતા (Child by surrogacy)અને જૈવિક માતાપિતા વચ્ચે થયેલા કરાર (Surrogacy Act) મુજબ બાળકની કસ્ટડી તરત સોંપી દેવામાં આવશે તે મુજબ આ નિર્ણય બિલકુલ યોગ્ય છે. ગુજરાત હાઈકોર્ટેે પોલીસ પ્રશાસન અને સિવિલ હોસ્પિટલ પ્રશાસન અને બાળકની કસ્ટડી (custody of a newborn by surrogacy) જૈવિક માતાપિતાને સોંપી દેવાના નિર્દેશ કર્યા છે.
સરોગેટ મહિલા શા માટે કસ્ટડીમાં છે- આ સમગ્ર કેસની વિગત ઊંડાણપૂર્વક જોઈએ તો રાજસ્થાનના અજમેરના દંપતિએ સંતાન નહીં થવાના કારણે સરોગેસીની મદદથી સંતાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું હતું. તેઓ આ મહિલાના સંપર્કમાં આવ્યાં અને સરોગસી દ્વારા સરોગેટ મધરની કૂખમાં (Child by surrogacy)આ દંપતિનું બાળક હતું, પરંતુ ફેબ્રુઆરી 2022માં જુવેનાઈલ એક્ટમાં થયેલી ફરિયાદને લઈને પોલીસ દ્વારા મહિલાની ધરપકડ (Surrogate mother in police custody) કરવામાં આવી હતી અને પોલીસ કસ્ટડીમાં જ તેણે પ્રસવ પીડા ઉપડતાં શિશુને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો.
48 કલાકના સમયમાં જ હાઇકોર્ટ પહોંચ્યાં પિતા - માતાપિતા અને સરોગેટ મધર વચ્ચે થયેલા કરાર મુજબ બાળકના જન્મના તુરત તેની કસ્ટડી જૈવિક માતાપિતાને સોંપી દેવાની (Surrogacy Act) હતી. પરંતુ સરોગેટ મધર પોલીસ કસ્ટડીમાં (Surrogate mother in police custody) હોવાથી આ બાળકની કસ્ટડી પોલીસ દ્વારા તેમને આપવામાં આવી રહી ન હતી.જેને લઈને માત્ર 48 કલાકના જ શિશુની કસ્ટડી (Child by surrogacy) પરત લેવા માટે થઈને તેના જૈવિક પિતા હાઇકોર્ટના શરણે પહોંચ્યાં હતાં. આ સમગ્ર મામલે થયેલી હેબિયસ કોપર્સમાં અંતિમ સુનાવણી પછી સાત દિવસના નવજાત શિશુની કસ્ટડી (custody of a newborn by surrogacy) તેના જૈવિક માતાપિતાને સોંપવાનો હાઇકોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે.