અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે મંગળવારે ક્રૂડ ઓઈલનો ભાવ (Crude Oil Price hike ) વધીને 94.78 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 98.16 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન સરહદ પર તંગદિલીના (Ukraine Russia Crisis) સમાચાર પાછળ ક્રૂડ ઓઈલમાં બાયર્સ વધ્યા છે, અને ફ્યૂચર ટ્રેડમાં ભાવ વધ્યો છે. જો ક્રૂડનો ભાવ (Impact of Ukraine Crisis on Crude)વધશે તો ઘરઆંગણે પેટ્રોલ ડીઝલના ભાવ વધીને આવવાની પુરી શક્યતા છે.
શેરબજારો તૂટ્યાં
આંતરરાષ્ટ્રીય તંગદિલી અને યુક્રેનમાં આક્રમણની (Ukraine Russia Crisis)ધમકીને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને શેરબજારો તૂટ્યા છે. તેની સાથે સાથે બ્રેન્ટ ક્રૂડના ભાવ મંગળવારે બેરલ દીઠ 98.85 ડૉલર પર પહોંચ્યા છે. જે નવેમ્બર મહિના બાદ થયેલા ઘટાડા પછીનો પહેલો ઉછાળો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધીને આવતાં પેટ્રોલ ડીઝલના ભાવ વધુ વધશે અને જેને કારણે ભારતનું ઈમ્પોર્ટ બિલ પણ વધીને આવશે. તેમજ દેશની (Impact of Ukraine Crisis on Crude) મોંઘવારી વધશે.
આ પણ વાંચોઃ Share Market Crash In India: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા, શેર માર્કેટમાં વર્ષનો સૌથી મોટો કડાકો
બીજા દેશમાંથી આયાત કરવી જોઈએ
આર્થિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે આ તંગદિલી (Ukraine Russia Crisis)કેટલી લાંબી ચાલે છે, તેના પર બધો આધાર છે. ઓપેકના દેશોએ ક્રૂડનું ઉત્પાદન (Impact of Ukraine Crisis on Crude)વધારવું પડશે. તેમજ ભારતે રશિયા સિવાયના દેશમાં ક્રૂડ આયાત કરવા માટે નજર દોડાવવી જોઈએ.
અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો મુક્યાં
ભારત અને યુક્રેન વચ્ચે ઘણો પરસ્પર (Impact of Ukraine Crisis on Crude)વેપાર છે. યુક્રેન ભારતને ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ સપ્લાય કરે છે. જો કે, આ સંબંધ હંમેશા રશિયાના વલણ પર આધાર રાખે છે. તાજેતરની ઘટનાઓને પગલે, યુક્રેન સરહદે તંગદિલી વ્યાપી ગઈ છે, ત્યારે તેવા સંજોગોમાં વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો કહે છે કે સોવિયેત યુનિયન (સોવિયેત યુનિયન) એ પૂર્વીય યુક્રેનને એક અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે અને તેના પરિણામે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મુક્યા છે. કોલ્ડ વૉર નિષ્કર્ષ પછી તે પ્રથમ વખત છે કે યુદ્ધની સંભાવના (Ukraine Russia Crisis)ગંભીર બની છે.
આ પણ વાંચોઃ ક્રૂડ ઓઇલની કિંમતને અંકુશમાં લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે 'શીતયુધ્ધ'
ભારત માટે મોટો પડકાર
ભારતનું હજુ પણ એવું માનવું છે કે, આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલી શકાય તેમ છે. તંગદિલી વધવાની સાથે યુધ્ધ (Ukraine Russia Crisis)એક ભયંકર સ્વરુપ ધારણ કરી શકે, તેની સાથે ભારતને પોતાનો પક્ષ રાખવો પડશે. આવામાં અમેરિકા અને રશિયામાંથી કોઈનો પક્ષ લેવો ભારત માટે સોથી મોટો પડકાર રહેશે. આર્થિક રીતે પણ ભારત સામે અનેક મૂશ્કેલીઓ આવી શકે છે. રશિયાએ તેલની આયાત માટે પ્રમુખશાહી દેશમાંથી એક છે. ભારત કાચા તેલની માંગ માટે (Impact of Ukraine Crisis on Crude) ઘણું નિર્ભર છે. જે ભારતની તેલની આયાત ખર્ચમાં વધારો કરી શકે છે. તેમજ વિદેશી ભંડોળમાં ધટાડો જોવા મળી શકે છે.