ETV Bharat / city

IMAએ કોરોના કાબૂમાં લેવા 31 મે સુધી મીની લોકડાઉન જરૂરી હોવાનો લખ્યો પત્ર

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી કરફ્યુ અને મીની લોકડાઉન યથાવત રાખવાની માગ કરવામાં આવી છે.

કોરોના કાબૂમાં લેવા 31 મે સુધી મીની લોકડાઉન જરૂરી હોવાનો IMAએ લખ્યો પત્ર

author img

By

Published : May 19, 2021, 3:26 PM IST

  • ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે CMને લખ્યો પત્ર
  • ગુજરાતમાં કોરોના કેસોમાં થઈ રહ્યો છે ઘટાડો
  • મીની લોકડાઉન યથાવત રાખવાની માગ

    અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વકરે નહીં તેવા હેતુસર ગુજરાત સરકાર દ્વારા મીની lockdown નાંખવામાં આવ્યું હતું. જે કારગત નીવડી રહ્યું છે. મીની lockdown લાગવાના કારણે ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 31મી સુધી ગુજરાતમાં મીની lockdown યથાવત રાખવું જોઈએ. સાથે જ નિયમોનું કડક પાલન થાય તે દિશામાં ધ્યાન રાખવામાં આવશે તો ગુજરાતમાંથી મહદઅંશે કોરોના નાબૂદ થઇ શકે છે.
    મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી કરફ્યુ અને મીની લોકડાઉન યથાવત રાખવાની માગ કરવામાં આવી

    આ પણ વાંચોઃ જહોનસન અને જોહ્ન્સનને કોવિડ -19 રસી બનાવવા માટે બાયોલોજિકલ ઇ લિ.સાથે હાથ મિલાવ્યા

ગુજરાતમાં કોરોનાવાયરસના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ હતી. જો કે હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. આવશ્યક ચીજવસ્તુઓ સિવાય બાકીની સેવાઓ, દુકાનો, શોપિંગ મોલ્સ, બાગબગીચા વગેરે બંધ રાખવાનો જે નિર્ણય લેવાયો તેના કારણે ગુજરાતમાં કોવિડ કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જો મીની લોકડાઉન લંબાવવામાં નહીં આવે તો કોરોનાની પરિસ્થિતિ ફરી વકરી શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખી 31મી મે સુધી મીની લોકડાઉન રાખવું જરૂરી છે. ત્યારે આ મેડિકલ એસોસિએશન દ્વારા CMને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.