અમદાવાદઃ શહેરની વેજલપુર પોલીસ બંદોબસ્ત હેઠળ એસ્ટેટ નગર વિકાસ ખાતુ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના સમગ્ર સ્ટાફ દ્વારા બે દબાણ ગાડી, 5 મજૂરો, 1 જેસીબી મશીન તથા ડમ્પરની મદદથી દૂર કરી રસ્તા માટે અંદાજીત 1200 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં જુહાપુરા વિસ્તારમાં આવેલી મુસ્કાન ગાર્ડન પાસે રસ્તામાં ભળતી જગ્યામાં ગેરકાયદેસર 12 દુકાનો પ્રકારનું કોમર્શિયલ બાંધકામ શરૂ કર્યું હતું. આ બાંધકામ કરનારને પી.જી.પી.એમ.સી. એક્ટની જોગવાઇ અનુસારની નોટિસ બજાવી બાંધકામ આગળ વધતું અટકાવવા સીલ કરવામાં આવેલું છે.
જ્યારે શાહપુર વોર્ડમાં અંકલેશ્ચરીયાની ચાલીની સામે ઇન્દિરાનગર પે એન્ડ યુઝ ટોઇલેટથી રામલાલના ખાડા તરફ જવાના રસ્તામાં ટ્રાફિકમાં અડચણરૂપ થતા સ્થાનિક વ્યવસાય દબાણ દૂર કરવામાં આવ્યું હતું. કાચા-પાકા કોમર્સિયલ શેડ નંગ 35, ઓટલા નંગ 45, ક્રોસ વોલ નંગ 26, જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યુ હતું તથા 9 નંગ પરચૂરણ દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા.