અમદાવાદઃ સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાતો હતો. જેને વિપક્ષે અયોગ્ય ગણાવ્યો છે. તો સીલ મારેલા એકમોને ખોલવા અંગે પણ હજુ નીતી નહીં બનાવી હોવાથી પાન પાર્લર ખોલી શકાયા નથી ત્યારે આ બાબતનો વિપક્ષે વિરોધ કર્યો છે.
જો કે, મહત્વનું છે કે આ નિયમનું પાલન કરાવવા માટે કોર્પોરેશનના અધિકારીઓએ તાબડતોબ શહેરમાં આવેલા પાન-મસાલાનાં ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા. જેના પગલે વિપક્ષી નેતા દીનેશ શર્માએ જણાવ્યુ છે કે, પાન પાલરની દંડની રકમમા ઘટાડો કરવામા આવે સાથે સાથે જો 24 કલાકની અંદર સીલ ખોલવામા નહીં આવે તો આંદોલન કરવામા આવશે, કોરોનાની મહામારીમાં નિયમનું પાલન થાય તે જરૂરી છે, પણ કોર્પોરેશન દ્વારા દંડમા વધારો કરી 1 કલાકમાં આડે ધડ ગલ્લા સીલ કર્યા તે યોગ્ય નથી.