અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો બોમ્બ ફાટ્યો છે. અમદાવાદમાં 2000થી વધારે સુપર સ્પ્રેડર્સ ફરી રહ્યાં છે. અમદાવાદમાં કોમ્યુનિટી સંક્રમણનો ડર વધ્યો છે. જેને કારણે અમદાવાદમાં તત્કાલ નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદમાં લોડકાઉનને કડક બનાવતા હવે આગામી સાત દિવસ સુધી માત્ર દૂધ અને દવાની જ દુકાનો ચાલુ રહેશે.
સરકારે 48 કલાકમાં જ તમામ ખાનગી દવાખાનાઓને ખોલવાનો આદેશ આપ્યો છે. ખાનગી દવાખાના નહી ખોલનારા દવાખાનાનાં લાઈસન્સ રદ કરી નાંખવામાં આવશે. ગુજરાત રાજ્યના અગ્ર સચિવ IAS અધિકારી રાજીવ કુમારે આ આદેશ કર્યો છે. હાલ આ મહામારી સમયે ખાનગી દવાખાના ધરાવતા લોકો પોતાના ક્લિનિક બંધ કરીને બેસી ગયા છે. જેને લઈને દર્દીઓને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા ગુજરાતના એડી.ચીફ સેક્રેટરી અને જેમને અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, તે રાજીવ કુમાર ગુપ્તાએ તમામ ડોક્ટરોને તાકીદે પોતાના ક્લિનિક ખોલવા હુકમ કર્યો છે.
કોરોના વાઈરસને પગલે લોકડાઉનને પગલે નાની મોટી બિમારીથી પીડાતા રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેઓ મોટી હોસ્પિટલમાં જઈ શકતા નથી માટે પોલીસે સ્થાનિક ડોકટરોને પોતપોતાના વિસ્તારના દવાખાના ખોલવા માટે જણાવ્યું છે. પોલીસ પણ સ્થાનિક ડોક્ટરોને પોતાના ક્લિનીક ખોલવા માટે સૂચના આપશે.
લોકડાઉનને પગલે નાની મોટી બિમારીથી પીડાતા રહેવાસીઓ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. મોટી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને કારણે આવા સ્થાનિક લોકો ત્યાં જઈ શકતા નથી. જેને પગલે પોલીસે ડોક્ટરોને પોતપોતાના વિસ્તારમાં આવેલા તેમના દવાખાના ખોલવા માટે જણાવ્યું છે. જેને પગલે સ્થાનિકો સામાન્ય તાવ, ખાંસી તથા નાની મોટી અન્ય બિમારીઓની સારવાર કરાવી શકે, એમ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું. તે સિવાય દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને તેમના વિસ્તારમાં દવાખાના ધરાવતા ડોક્ટરોને દવાખાના ખોલવા માટે સૂચના આપે તે જણાવવામાં આવ્યું છે. જેને પગલે સ્થાનિકો નાની મોટી બિમારીની સારવાર તેમના ઘર નજીકના દવાખાનામાં જ કરાવી શકે.