અમદાવાદઃ NSUI દ્વારા પરીક્ષા ન યોજવા બાબતે GTUના કુલપતિ નવીન શેઠના ઘરનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો. NSUI દ્વારા અગાઉ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હોવા છતાં ગઈકાલે GTUના કુલપતિ નવીન શેઠ દ્વારા પરીક્ષા શેડ્યુલ જારી કરવામાં આવ્યું છે. NSUIની માગ છે કે કોરોનાના સમયમાં પરીક્ષાનું આયોજન કરી વિદ્યાર્થીઓઓનું જીવ જોખમમાં મુકાઈ શકે છે અને આ વાત સ્વીકાર્ય નથી.
હાઈકોર્ટ આરોગ્યને ધ્યાનમાં રાખીને રથયાત્રા રદ કરી શકે તો સરકાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેમ રદ ન કરેઃ NSUI - એનએસયુઆઈ
કોરોના મહામારી દરમિયાન GTU અને અન્ય યુનિવર્સિટીઓ દ્વારા યોજવામાં આવતી પરીક્ષા રદ કરવામાં આવે તેવી માગ સાથે બુધવારે NSUIએ GTU કોલેજની બહાર બેસીને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. NSUIની માગ છે કે કોરોનાકાળમાં જ્યાં સુધી પરીક્ષા રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
હાઈકોર્ટ આરોગ્યને ધ્યાનમાં રાખીને રથયાત્રા રદ કરી શકે તો સરકાર વિધાર્થીઓ માટે પરીક્ષા કેમ ન કરેઃ NSUI