ETV Bharat / city

ભાજપ સરકાર પર વાર, "આપ" આપશે 10 લાખને રોજગાર ! - દિલ્હીના મુખ્ય પ્રધાન

ગુજરાતમાં સરકારી નોકરી લઈને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકારને આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યના યુવાનને "હર ઘર રોજગાર"ની(Har Ghar Rojgar) જરૂરિયાત છે. ભાજપ સરકાર ગુજરાતના યુવાનને રોજગારી (Employment to youth of Gujarat ) આપી શકતી ન હોય તો તેને રાજીનામુ આપી દેવું જોઈએ.

ભાજપ સરકાર પર વાર, "આપ" આપશે 10 લાખને રોજગાર !

author img

By

Published : Aug 8, 2022, 8:17 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. એક બાજુ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા રોજગારી, આરોગ્ય, શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના યુવાનને " હર ઘર રોજગાર"ની જરૂરિયાત છે, રાજ્યના યુવાનને " હર ઘર રોજગાર"ની જરૂરિયાત છે.

આપ આપશે 10 લાખ રોજગાર - આમ આદમીને યુવા નેતા (Young leader of Aam Aadmi Party ) યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્ય પ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે જ્યારે ગુજરાતના શિક્ષિત 10 લાખ યુવાનોને રોજગાર આપવાની જાહેરાત કરી હતી. ભાજપના નેતા પેટમાં તેલ રેડાયું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં 5 લાખ વધુ સરકારી નોકરી ખાલી નથી. તેને યુવરાજસિંહ આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: રોજગારી આપવામાં ગુજરાત દેશમાં અવ્વલ સ્થાને: બ્રિજેશ મેરજા

સરકારી કચેરીમાં 50 ટકા કોન્ટ્રાકટ પર ચાલે છે - 10 લાખને રોજગારી આપવી શક્ય છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો સરકાર નીતિ, નિયત અને દાનત સારી હોય તો બધું જ શક્ય છે. હાલ સરકારી કચેરીમાં 50 ટકા કોન્ટ્રાકટ પર ચાલે છે. સહકારી, નિગમ અને કોર્પોરેશન સેક્ટરમાં ખાનગીકરણ કરી કોન્ટ્રાકટ પર લોકોને નોકરી આપવામાં આવે છે. જો તે લોકોને કાયમી કરવામાં આવે તો 10 લાખથી પણ વધારે રોજગારી આપી શકાય છે.

સરકાર દ્વારા ભરતી માટે પરિવારવાદ, ઓળખાણવાદ - સરકારી નોકરીમાં પરિવારવાદ ચાલે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ સરકારી કચેરીમાં 50 ટકા કોન્ટ્રાકટ પર ચાલે છે. બાકીના 50 ટકામાં પરિવારવાદ, ઓળખાણવાદથી ભરતી કરવામાં આવે છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર આવશે તો આ તમામ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને કાયમી કરવામાં આવશે. જો રોડ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

રોજગારી ન આપી શકે તો રાજીનામું આપે - પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 1 લાખ 192 હજાર યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ વિધાનસભાના આંકડા મુજબ 2018-19માં 5497,2019-20માં 1777 અને 2020-21માં 1237 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે. તેવું સ્વીકાર્ય હતું. ત્યારે આ વાત સાબિત થાય છે. કે ભાજપ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે.વધુમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારે રોજગારી આપવાને બદલે રોજગારી છીનવી લીધી છે.જો સરકાર રોજગારી આપી શકતી ના હોય તો રાજીનામુ આપી દેવું જોઈએ.

આ પણ વાંચો: શું ખરેખર વિકસિત ગુજરાતમાં હજી પણ યુવાનો રોજગારીની શોધમાં ભટકી રહ્યા છે, કૉંગ્રેસે કર્યો આક્ષેપ

ક્યાં કેટલી જગ્યા ખાલી - રાજ્યમાં વિદ્યાસહાયક અને પ્રિન્સિપાલ કુલ 28,200 જગ્યા ખાલી છે જે વાત શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ સ્વીકાર્યું છે. ઉર્જા વિભાગમાં 4500,આરોગ્ય વિભાગમાં 2016 થી અત્યાર સુધીમાં 38,500 જગ્યા ખાલી છે. આમ કુલ રાજ્ય સરકારના 27 વિભાગ છે જેમાંથી કુલ 3 લાખ 50 હજાર જેટલી જગ્યા હાલમાં ખાલી જોવા મળી રહી છે.

"હર ઘર રોજગારી"ની જરૂરિયાત - ભાજપ સરકારે છેલ્લા 4 વર્ષથી વર્ગ -4 ની ભરતી પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેના કારણે ઓછું ભણેલા લોકો પણ કાયમી રોજગારી જગ્યાને મજૂરી કરવી પડી રહી છે.જો તે ભરતી કરવામાં આવે તો વધુ 1 લાખ લોકોને રોજગારી મળી શકે તેમ છે.માટે આજના યુવાનો માત્ર હર ઘર રોજગાર માંગી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.