અમદાવાદ : કોરોના મહામારી દરમિયાન હજૂ પણ લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. જેમાં ખાસ કરીને રાજનેતા કે જે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કર્યા વગર રેલી કાઢી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે તેમની ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે રેલી અને અન્ય જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા રાજનેતા અને લોકો પાસેથી દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને ટકોર કરી છે.
ગુજરાત હાઇકોર્ટ માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા નેતાઓ સામે દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને ટકોર કરી છે. નોંધનીય છે કે, આ અગાઉ માસ્ક ન પહેરનારા લોકો સામે પણ કોર્ટે દંડ વધારવાની ટકોર રાજ્ય સરકારને કરી હતી.
આ પણ વાંચો - લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ વસૂલવાનો સરકાર પરિપત્ર બહાર પાડેઃ હાઈકોર્ટ
4 ઓગસ્ટ- કોરોના મહામારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓ મોટો અરજીમાં મંગળવારે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1 હજાર રૂપિયા સુધીનો દંડ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ કર્યો છે.