ETV Bharat / city

જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા

કોરોનાની મહામારીમાં જે રીતે દર્દીઓની સ્થિતી ગંભીર બનતી જઈ રહી છે, તેવી રીતે દવાઓમાં પણ ખુબ માંગ વધી રહી છે. કોરોનાના ક્રિટિકલ પેશન્ટ માટે રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરિયાત સતત વધી રહી છે. કોરોનાના દર્દીઓમાં શ્વાસની બીમારી, ICUવાળા દર્દી, ડાયાબિટીસના દર્દી, ફેફસામાં વધારે પડતું ઇન્ફેક્શનવાળા દર્દીઓને ઝડપથી સાજા કરવા માટે રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે.

જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
જાણો કોરોનાના દર્દીને અપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની ઉપયોગીતા
author img

By

Published : Apr 5, 2021, 10:47 PM IST

  • ડૉક્ટરની સલાહ અને રિપોર્ટ બાદ જ ઈન્જેકશનનો ઉપયોગ કરવો હિતાવહ છે
  • ઈમરજન્સી ઉપયોગ માટે રેમડેસીવીર ઈન્જેકશનનો ઉપયોગ કરવા સૂચના અપાઇ હતી
  • અમુક કિસ્સાઓમાં રેમડેસીવીર ઇન્જેક્શન કિડનીને મોટી અસર કરી શકે છે

અમદાવાદ: શહેરના જાણીતા ડૉક્ટર યોગેશ ગુપ્તા સાથે ખાસ મુલાકાત કરવામાં આવી હતી. ડોક્ટર યોગેશ ગુપ્તા MD મેડિસિન અને કન્સલ્ટ ફિઝિશિયન છે. ડૉક્ટર યોગેશ ગુપ્તાએ રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને જાણકારી આપતા જણાવ્યું હતુ કે, રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી ભારત સરકાર દ્વારા કોરોનાની પહેલી લહેર વખતે ઇમરજન્સી ઉપયોગ માટે આપવામાં આવી હતી ત્યારે ફક્ત એક કંપની દ્વારા જ ઇન્જેક્શન બનાવવામાં આવતું હતું. હાલ માર્કેટમાં સાતથી આઠ કંપનીઓ દ્વારા ઇન્જેક્શનો બનાવવામાં આવે છે. જેના ભાવ કંપની પ્રમાણે અલગ અલગ છે.

ડૉક્ટરની સલાહ અને રિપોર્ટ બાદ જ ઈન્જેકશનનો ઉપયોગ કરવો હિતાવહ છે

આ પણ વાંચોઃ ભાવનગરમાં રેમડેસીવીર ઇંજેક્શનની અછત, ઇંજેક્શનના સ્ટોક સામે માગ વધારે

ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી

ગિલયડ કંપની દ્વારા સરકાર સમક્ષ પ્રથમ દાવો કરવામાં આવ્યો હતો કે, રેમડેસીવીર હાલ અન્ય બીમારીઓની ઈલાજ માટે વાપરવામાં આવે છે. કોરોનાના દર્દીઓને પણ રેમડેસીવીર આપવામાં આવે તો તેની તબીયતમાં સુધારો થઇ શકે છે. આ બાબતે ભારત સરકાર સમક્ષ રજૂઆત મૂકવામાં આવી હતી. ત્યારબાદ રેમડેસીવીર ઇન્જેક્શન કોરોના દર્દીઓને આપવા માટેની પરવાનગી પણ આપવામાં આવી હતી. રેમડેસીવીર ઇન્જેક્શનની પરવાનગી આપતા સમયે સરકારે જણાવ્યું હતું કે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા જો દર્દીને રીફર કરવામાં આવે કે, આ દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે તો તેમની તબીયતમાં સુધારો થઇ શકે છે. તેવા સંજોગોમાં દર્દીને ઇન્જેકશન આપવું જોઈએ. આ દર્દીઓને ઇન્જેક્શન આપતા પહેલા તમામ રિપોર્ટ પણ કરાવવાના હોય છે. તે રિપોર્ટના આધારે ડૉક્ટર દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે.

કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન

જે દર્દીઓને બન્ને ફેફસામાં ન્યુમોનિયાનું સંક્રમણ ફેલાતું હોય, ICUમાં દાખલ કરવાની શક્યતા વધુ હોય, શ્વાસ લેવામાં વધારે પડતી તકલીફ પડતી હોય, તેવા દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઇન્જેકશન આપવાની સલાહ આપવામાં આવે છે. જે દર્દીઓને કોરોનાનું સંક્રમણ પ્રાથમિક સ્તરમાં હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેકશન આપવું ખતરા સમાન છે. આવા દર્દીઓને ઇન્જેકશન આપવાથી કિડની અને લિવર પણ મોટી અસર થાય છે. ઇન્જેક્શન આપતા પહેલા કિડનીના રિપોર્ટ પણ કરાવવા જરૂરી છે. ઇન્જેક્શન જો શરૂઆતના સાત દિવસમાં જ આપી દેવામાં આવે તો વાઇરસને ઓછો કરવાની જગ્યાએ વાઇરસને ફાયદો કરાવે છે અને કોરોનાનું સંક્રમણ વધારે થાય છે.

આ પણ વાંચોઃ ઝાયડસે ફ્કત રૂપિયા 899માં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કર્યું શરૂ

6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવે છે

હાલમાં 6થી 7 કંપનીઓ દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવી રહ્યું છે. જેમાં અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ-અલગ ભાવમાં ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કાળા બજારી પણ ઇન્જેક્શનમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે. જેને લઇને લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, ડૉક્ટર દ્વારા જે ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હોય તે ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદવું જોઈએ અને કાળા બજારી અટકાવવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.