ETV Bharat / city

કેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ? - ગણેશ પૂજા

આજે ગણેશ ચતુર્થી છે, સમગ્ર દેશમાં આજે ગણપતિની વિધીવત સ્થાપના કરવામાં આવશે, તો આ સ્થાપના માટેના ક્યા મૂહર્ત શ્રેષ્ઠ છે અને કંઈ રીતે ગણપતિની પૂજા અર્ચના કરવી જોઈએ તે જાણીએ

gannesh
કેવી રીતે કરવું શ્રી ગણેશનું સ્થાપન ? કયું છે શુભ મુર્હત ?
author img

By

Published : Sep 10, 2021, 6:03 AM IST

  • ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ
  • માટીની મૂર્તિની સ્થાપના શ્રેષ્ઠ
  • ગણેશ છે વિધાના દેવ

અમદાવાદ: ભાદરવા સુદ ચોથથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવ શ્રદ્ધા અને ભક્તિથી ઉજવવામાં આવે છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસે ગણેશ પંડાલમાં ભગવાન વિનાયકની મૂર્તિનું સ્થાપન થશે. મૂર્તિ સ્થાપન માટેનું શ્રેષ્ઠ મુર્હત કયું છે ? વિધિપૂર્વક મૂર્તિ કેવી રીતે સ્થાપિત કરવી જોઈએ ? તે જાણીએ.

જ્યોતિષાચાર્ય સનતકુમાર શાસ્ત્રીએ ઇટીવી ભારતને ગણેશ સ્થાપનના શુભ મુહૂર્તો જ્યોતિષાચાર્ય સનતકુમાર શાસ્ત્રીએ ઇટીવી ભારતને ગણેશ સ્થાપનના શુભ મુહૂર્તો વિશે માહિતી આપી હતી :-

વિક્રમ સંવત 2077 ના ભાદરવા સુદ-04 (ગણેશ ચતુર્થી) તારીખ: 10/09/2021, શુક્રવાર

સવારે-06:26 થી 07:58
સવારે-07:58 થી 09:31
સવારે-09:31 થી 11:04

આ પણ વાંચો : PM Modi આજે સતત બીજી વખત BRICS Summitની અધ્યક્ષતા કરશે, અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે થશે ચર્ચા

અભિજીત મુર્હતબપોરે-12:13 થી 01:03બપોરે-12:36 થી 14:09સાંજે-05:08 થી 06:47

સ્થાપનાના રીત

ભગવાન ગણેશ પૃથ્વી તત્વના દેવતા છે. આથી તેમની મૂર્તિ માટીની હોય તે વધુ યોગ્ય છે. મૂર્તિ સ્થાપન કરતી વખતે ઘરમાં પૂજાતી નાની ગણેશની મૂર્તિ સાથે સ્થાપવી જરૂરી છે. મૂર્તિ સ્થાપન કરતા પહેલા સ્વચ્છ લાલ કપડા ઉપર ઘઉં મુકવા અને તેની પર મૂર્તિનું સ્થાપન કરવુ. નાના ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી જાસુદ અને દૂર્વા અર્પણ કરવા. દાદાને જનોઈ જરૂરથી ધારણ કરાવવી ઉપરાંત નાડાછડી પણ અવશ્ય ધારણ કરવાવી.

આ પણ વાંચો : જૈન પર્યુષણ પર્વે રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાતમાં દિવસનું મહત્વ જણાવે છે...

વિઘ્નહર્તાને કેવી રીતે રીઝવવા ?

ગણેશજીને અક્ષત, અબીલ, ગુલાલ, જાસુદનું ફૂલ વગેરે પ્રિય છે. તેનાથી તેમની પૂજા કરવી. ધૂપ, દીપ અને નવૈદ્ય દરરોજ અર્પણ કરવા. લાડુ, મોદક, ગોળ અને માલપુવા ગણેશજીની અતિ પ્રિય છે. વાજતે-ગાજતે દાદાનીઆરતી ઉતારવી. દાદાની દરરોજ સેવા કરવી. અભ્યાસ કરતા બાળકો એ વિદ્યા પ્રાપ્તિ માટે સંકટનાશન સ્ત્રોતનો જાપ કરવો. જ્યારે 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ દરરોજ કરવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.