ETV Bharat / city

ગૃહપ્રધાને અમદાવાદની BRTS બસના રૂટનું કર્યું નિરીક્ષણ

અમદાવાદ: શહેરમાં અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. સરકારી બસો દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. ગત ગુરૂવારે શહેરના પાંજરાપોળ સર્કલ નજીક BRTS બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા. જે બાદ સમગ્ર શહેરમાં BRTS બસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે મંગળવારે ગૃહપ્રધાને શહેરના અંજલી ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી BRTS રૂટનું પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બીજલ પટેલ તથા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું.

પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા
author img

By

Published : Nov 26, 2019, 6:24 PM IST

Updated : Nov 26, 2019, 6:56 PM IST

ગૃહપ્રધાને BRTS રૂટમાં થતી મુશ્કેલી અંગે જાતે નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન સમગ્ર રૂટ પર વાહનચાલકોને અને લોકોને પડતી અગવડો તેમજ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત સ્થાનિકો સાથે વાતચીત કરી અને નિરાકરણ લાવવા અંગેના મંતવ્યો લીધા હતા. જેમાં સ્થાનિકોએ વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન કર્યું હતું.

ગૃહપ્રધાને અમદાવાદની BRTS બસના રૂટનું કર્યું નિરીક્ષણ

દરમિયાન ગૃહપ્રધાન દ્વારા BRTS રૂટ પર જ્યાં મિક્સ ટ્રાફિક થાય છે, ત્યાં બમ્પ મુકવાની તેમજ વચ્ચે આવતી અડચણોને દૂર કરવા મામલે પણ સૂચનો લેવામાં આવ્યાં હતાં. ગૃહપ્રધાને સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. ઉપરાંત જે પણ ધારાસભ્યના વિસ્તારમાં BRTS રૂટના કારણે થતી તકલીફ અંગે પત્ર લખી જાણ કરવા જણાવ્યું હતું.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી જે પણ સૂચનો મળ્યા છે. તેનો આગામી દિવસમાં અમલ કરી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સૂચારુ રૂપ બને તેનું આયોજન કરવામાં આવશે. BRTS બસના ચાલકો વર્કિંગ અવર્સની અંદર જ કામ કરે અને જે ગતિ મર્યાદા નક્કી કરી છે, તે મર્યાદામાં જ વાહન ચલાવે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. આ મામલે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ સૂચનો આવશે તેનો આગામી દિવસમાં અમલ કરવામાં આવશે.

Intro:અમદાવાદ:શહેરમાં અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે અને સરકારી બસો દ્વારા અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ઉપરાંત ગત ગુરૂવારે શહેરના પાંજરાપોળ સર્કલ નજીક બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર શહેરમાં BRTS બસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. જેની ગૃહપ્રધાને ગંભીરતાથી નોંધ લીધી હતી. જેને પગલે આજે ગૃહપ્રધાને શહેરના અંજલિ ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી BRTS રૂટનું પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિ. કમિશનર વિજયનહેરા અને મેયર બિજલ પટેલ તથા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકોને ગૃહરાજ્ય મંત્રીને વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું.Body:ગૃહપ્રધાને નિરીક્ષણ દરમિયાન સમગ્ર રૂટ પર વાહનચાલકોને અને લોકોને પડતી અગવડો તેમજ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સ્થાનિકો સાથે પણ વાતચીત કરી અને શું નિરાકરણ લાવવું જોઈએ તે અંગે મંતવ્યો લીધા હતા. વાળીનાથ ચોક પાસે હેલ્મેટ બ્રિજ ઉતરતા જ સ્કૂલ આવેલી છે અને સામે રોડ આવેલો છે, જેથી બાળકો અને લોકોને બીઆરટીએસની રેલિંગ કુદીને ત્યાંથી પસાર થવું પડે છે, જેથી વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉપરાંત બીઆરટીએસ રૂટ પર જ્યાં મિક્સ ટ્રાફિક થાય છે ત્યાં બમ્પ મુકવાની તેમજ વચ્ચે આવતી અડચણોને દૂર કરવા મામલે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ગૃહપ્રધાને સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. જે પણ ધારાસભ્યના વિસ્તારમાંથી BRTS રૂટ પસાર થાય છે અને ત્યાં કોઈ તકલીફ હોય તો ગૃહપ્રધાનને પત્ર લખી જાણ કરવા જણાવ્યું છે.

ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી જે પણ સૂચનો મળ્યા છે તેનો આગામી દિવસમાં અમલ કરી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સૂચારુ રૂપ બને તેનું આયોજન કરવામાં આવશે. BRTS બસના ચાલકો વર્કિંગ અવર્સની અંદર જ કામ કરે અને જે ગતિ મર્યાદા નક્કી કરી છે તે મર્યાદામાં જ વાહન ચલાવે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. આ મામલે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ સૂચનો આવશે તેનો આગામી દિવસમાં અમલ કરવામાં આવશે.

બાઈટ- પ્રદીપસિંહ જાડેજા(ગૃહપ્રધાન)

બાઈટ- બીજલ પટેલ(મેયર)

વૉલ્ક થ્રુ-આનંદ મોદીConclusion:
Last Updated : Nov 26, 2019, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.