અમદાવાદઃ રોશની જ્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 30 સપ્ટેમ્બરે સારવાર માટે આવી ત્યારે અત્યંત ગંભીર અવસ્થામાં હતી. પેટના ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ વહી રહ્યો હતો. જેને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી હતું. સોનોગ્રાફી કરતા લીવરના ભાગમાં તેમજ ડાબી બાજુના ફેફસામાં અતિ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યુ હતું. રોશનીના પેટમાંથી સતત રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો. આ રક્તસ્ત્રાવને અટકાવવા આકસ્મિક સંજોગોમાં સાત વર્ષીય રોશનીની સર્જરી કરવી પડી. સિવિલ સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા અને તેમની ટીમ તેની સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ. વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ સાત વર્ષીય રોશનીની સર્જરી હાથ ધરવામાં આવી હતી.
આ સર્જરી કે જેને હિપેટેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દર્દીના લીવરનો અમૂક ભાગ કાપી દેવામાં આવે છે તે સાત વર્ષીય રોશની પર હાથ ઘરવામાં આવી. સતત વહેતો રક્તસ્ત્રાવ તેમજ અન્ય ભાગ પર ઇન્ફેક્શન થતું અટકાવવા માટે તે ખૂબ જ જરૂરી બની રહ્યું હતું. જેથી હિપેટેક્ટોમી કરીને રોશનીને પીડામુક્ત કરવામાં આવી. તેની સાથે ફેફસામાં થયેલી ઇજાની સારવાર માટે ત્યાં એક નળી મૂકવામાં આવી હતી.
સર્જરી વિભાગના આસિસટન્ટ પ્રોફેસર ડૉ. મૌલિક મહેતા કહે છે કે, સીટી સ્કેનના રિપોર્ટમાં ડાબી બાજૂના લીવરો ભાગ સંપૂર્ણપણે નેટ્રોસ એટલે કે કાળો પડી ગયા હોવાનું માલૂમ પડ્યુ. આક્સિમ્ક પરિસ્થિતિમાં લોહી ચઢાવ્યા બાદ પણ જોઇએ તે પ્રમાણમાં સુધારો આવી રહ્યો ન હતો. હિમોગ્લોબીન પણ સાત અંક જેટલુ પહોચ્યું સાથે સાથે પેટના ભાગમાં દુખાવો વધવા લાગ્યો, આ તમામ કારણોસર જ હિપેટેક્ટોમી કરવામાં આવી. હિપેટેકટોમી કરીને રોશનીના લિવરનો અમૂક ભાગ કાપી નાંખવામાં આવ્યો હતો. જે 2 થી 3 મહિનામાં કુદરતી રીતે આપમેળે પૂર્વવત થઇ જશે. આજે સર્જરીને 12 દિવસ થઇ ગયા છે અને રોશની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને સ્વગૃહે પરત ફરશે. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં 7 વર્ષીય બાળકી પર હિપેટેક્ટોમી કરીને લીવરનો ભાગ કાપવામાં આવ્યો હોય અને તે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ઘરે પરત ફરી હોય તેવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌપ્રથમ ઘટના હોવાનું ડૉ. મહેતા ઉમેરે છે.
સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે. પી. મોદી કહે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં નિરંતરે અત્યંત જટિલ પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવે છે. સમગ્ર ગુજરાતભરમાંથી સિવિલ હોસ્પિટલમાં આક્સમિક પરિસ્થિતિઓમાં ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા 325 આક્સમિક સર્જરી હાથ ધરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના અન્ય સમાચાર
સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષની બાળકી પર ‘રેરેસ્ટ ઓફ ધ રેર સર્જરી’
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજ્જુની “પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી” બીમારીથી પીડાતી 12 વર્ષની સલોની પર સફળ સર્જરી કરી છે. પીઠના ભાગે 95 ડિગ્રી અંશે ખુંધ થઈ જતા તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતા તે છેલ્લા 6 મહિનાથી પથારીવશ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બાળકી પર સફળ સર્જરી કરીને નવજીવન આપ્યું છે.
અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં અનેક લોકોએ કરાવ્યું ફ્રીમાં ડાયાલિસિસ
સરકાર દ્વારા કાર્યરત સ્કૂલ સ્વાસ્થ્ય યોજના અને મા યોજનાના કારણે દર્દીઓ ડાયાલીસિસ સુવિધાનો નિશુલ્ક લાભ મેળવી રહ્યાં છે. સરકારની આવી યોજનાઓ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખેડાના બાળકનું દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કરાયું
ખેડા જિલ્લામાં ઝારોલ ગામના એક બાળકને લોહીનું ટ્યૂમર મગજ સુધી પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દૂરબીન દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી હતી. આ બાળકની જન્મથી તકલીફ હતી જે દૂર કરી જેમાંથી હવે તે 10મા દિવસે સ્તનપાન કરી શકી છે.
સિવિલ હોસ્પિટલમાં 53 દિવસ સારવાર બાદ 650 ગ્રામ વજની બાળકીને બચાવી લેવાઈ
માત્ર 650 ગ્રામ વજન ધરાવતી અને સાતમાં મહિને થયેલી બાળકીની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં દરમિયાન 53 દિવસ સુધી સારવાર આપાયા બાદ વજનમાં વધારો થતા તેને રજા આપી દેવામાં આવી છે. હાલ તેનું વજન 1 કીલો 200 ગ્રામ છે.
અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે સિવિલમાં 102 બાળકોની સફળ સર્જરી
સિવિલ હોસ્પિટલમાં ગંભીર અને જટિલ રોગ સાથે જોડાયેલા બાળકો સારવાર માટે આવે છે. ત્યારે માત્ર 4 ડોકટરો દ્વારા 60 દિવસમાં 102 જેટલા બાળકોની સફળ સર્જરી કરવામાં આવી છે.