ભારતીય કિસાન સંઘ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે, અત્યાર સુધીમાં સરકારે 25 થી 26 અબજ સુધીનું પ્રીમીયમ ખેડુતો પાસેથી લઈને સામે તેમને યોગ્ય વળતર ચુકવ્યું નથી. ખેડુતો ક્લેમ કરે ત્યારે વાંધાઓ દર્શાવી તેમને ભગાડી દેવામાં આવે છે, જેથી ખેડુતોએ હાઈકોર્ટમાં રીટ કરી રજુઆત કરી છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી ભલામણમાં મુખ્યત્વે તેવી રજુઆત કરાઈ છે કે, ભારતીય કિસાન સંઘ તરફથી જે પણ ખેડુતો પ્રીમીયમ લે છે તેને પ્રીમીયમની પહોંચ અવશ્ય આપવી. નોટીફાઈડ એરીયા અને નોટીફાઈજ ક્રોપ દુર કરવા ખાનગી કંપનીઓને દુર કરી સરકારી કંપની દ્વારા જ પ્રીમીયમની ચુકવણી કરવામા આવે. કેટલીક પોલીસીમાં સ્ટેટ ગવર્મેન્ટ ખેડુતો માટે રજૂઆતો નથી કરી શકતી, તેથી તેમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ મંજૂરી આપવામાં આવે.
જ્યારે ક્રોપ કટીંગ કરવામાં આવે ત્યારે ખેડુતોને સરપંચને, તલાટીને અથવા તો સર્કલ ઓફિસરને હાજર રાખવા અને તેમને ક્રોપ કટીંગ ઈન્સપેક્શનનો લેટર પણ આપવો તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ તરફથી થઈ હતી. આ તમામ રજૂઆતોનું ડાયરેક્શન ગુજરાત હાઈકોર્ટે નવી દિલ્હી કૃષિ ભવન ખાતે મુદ્દાઓ મોકલવા ડાયરેક્શન આપ્યા છે.