- વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા 1200 વૃક્ષ કાપી દેવાતા હાઇકોર્ટનું કડક વલણ
- કોર્ટે કહ્યું પહેલા ઝાડ વાવી બતાવો પછી બિલ્ડિંગની મંજૂરી આપીશું
- નગરપાલિકાના પ્રોજેકટ ઉપર હાઇકોર્ટનો સ્ટે
અમદાવાદ: એડવોકેટ પ્રીતેશ શાહે(Advocate Preetesh Shah) કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, 2008માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયે તેમણે વેરાવળ ખાતે નંદનવન(Nandanvan project)માં એક સંસ્થાની મદદથી 1200 જેટલા ઝાડ વાવ્યાં હતા પણ વેરાવળ નગરપાલિકા(Veraval-Patan Municipality)એ ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ(Auditorium and sports complex) બનાવવાનું આયોજન હાથ ધરાયું છે તેના માટે થઇને વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. નવા ડેવલોપમેન્ટ માટે નગરપાલિકાએ જે અમેન્ડમેન્ટ કર્યું(amendment made by the municipality for development) તેને હજી રાજ્ય સરકારે મંજૂરી નથી આપી(state government did not approve) છતાં 1200 ઝાડ કાપી દેવામાં આવ્યા છે.
કોર્ટે શું ટકોર કરી?
હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે તમે કઈ રીતે 1200 ઝાડ કાપી નાખ્યા? સૌપ્રથમ તો વૃક્ષ પરવાનગી વિના કઈ રીતે કાપી નાખ્યા? વૃક્ષો જ નહી રહે તો ઓક્સિજન ક્યાંથી લેશો? શું તમે આ ઝાડ ફરીથી વાવી શકશો? કોર્ટે આ મુદ્દે આકરું વલણ અપનાવતા પ્રોજેકટ ઉપર સ્ટે આપ્યો હતો. કોર્ટે વધુંમાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોર્ટનો આદેશ ન હોય ત્યાં સુધી પ્રોજેકટ ઉપર આગળની કામગીરી કરાશે નહીં.
આ પણ વાંચો : રાજ્યમાં કતલખાનાઓમાં ધારા ધોરણોનું પાલન ન થવાને લઈ હાઇકોર્ટમાં કરાઇ અરજી, 22 ડિસેમ્બરે યોજાશે સુનાવણી
આ પણ વાંચો : ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, કોર્ટે ઇસ્યુ કરી નોટિસ