ETV Bharat / city

High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ - ખેડૂતોની જમીનમાંથી રસ્તો

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (Special Investment Region Development Authority)ના ડેવલોપમેન્ટ ઉપર હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં ઓથોરિટીએ કામગીરી ચાલુ રાખતા આજે કોર્ટે કારણદર્શક નોટિસ (High Court notice to Dholera ) ઇશ્યુ કરી છે. અગાઉ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના ડેવલોપમેન્ટ સામે કેટલાક ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી હાઇકોર્ટના શરણે પહોંચ્યા હતા. હાઈકોર્ટે ખેડુત તરફે મનાઈ હુકમ આપ્યો હતો, પરંતુ આ હુકમ તિરસ્કાર થતાં આજે કોર્ટે નોટિસ ઇશ્યુ કરી હતી.

High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ

author img

By

Published : Dec 20, 2021, 8:42 PM IST

અમદાવાદ: હાઈકોર્ટે રાજીવ ગુપ્તા, હરિત શુક્લ, ધોલેરા SIR (Special Investment Region Development Authority ) ડેવલોપમેન્ટ ઓથોરિટીના CEO સહિતનાઓને કોર્ટના તિરસ્કારનો બદલ કારણ દર્શક નોટિસ (High Court notice to Dholera ) ઇશ્યુ કરી હતી, ખેડૂતોની જમીનમાંથી રસ્તો બનાવવાની શરુ કરાયેલી કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટનો આદેશ હોવા છતાં SIR ડેવલપમેન્ટ ઓથોરીટીએ કામગીરી યથાવત રાખતા સ્થાનિક ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ

હાઇકોર્ટે આપ્યો હતો સ્ટે

અગાઉ પણ જ્યારે ખેડૂતો હાઇકોર્ટના શરણે (Farmer in high court for dholera) આવ્યા હતા તે સમયે ખેડૂતોની રજૂઆત સાંભળી હાઈકોર્ટે પ્રોજેક્ટ ઉપર જ્યાં સુધી આદેશ ન કરે ત્યાં સુધી સ્ટે આપ્યો હતો. આમ કોર્ટે ખેડૂત તરફે મનાઈ હુકમ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટના મનાઈ હુકમ બાદ પણ રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાતા કોર્ટમાં ફરિવાર અરજી કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ બહિષ્કાર

ગઈ કાલે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો. ધોલેરાના બાવલીયારી ગામના ગ્રામજનોએ હાઇકોર્ટનો મનાઈ હુકમ હોવા છતાં એક્સપ્રેસવે માટે બળજબરીથી ખેડૂતોની જમીન લઈ લેવા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે, હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ વળતર ચૂકવ્યા વિનાં આધુનિક મશીનો દ્વારા ઉભા પાક પાડીને ખેડૂતોને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: CM Bhupendra Patel Visit Dholera Sir: મુખ્યપ્રધાને કહ્યું- "વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે"

આ પણ વાંચો: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022: જર્મન અને ડચ ડેલિગેટ્સને દર્શાવાઈ ધોલેરામાં રોકાણની તકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.