ETV Bharat / city

ચોટીલા ચામુંડા માતા ડુંગર પર રોપ વેની મંજૂરી સામે હાઇકોર્ટનો મનાઈ હુકમ - ચોટીલા રોપવેના કોન્ટ્રાક્ટરની મંજૂરી

ગુજરાતના પવિત્ર આસ્થા ધામ ચોટીલાએ રોપ વે બનાવવાનો વિવાદ ફરી ચગ્યો છે. આ મામલે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા મેસર્સ માર્સ લિ. કંપનીને કોન્ટ્રાકટ આપતા પહેલા કોઈ જરૂરી કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારે, અરજદારના વાંધા અને સૂચનોને નકારી કાઢી આગામી મુદત સુધી નહીં કરવાનો વચગાળાનો મનાઈ હુકમ કોર્ટે ફરમાવ્યો છે. Chotila Ropeway Construction Controversy, High Court injunction Chotila Rope way contractor

ચોટીલા ચામુંડા માતા ડુંગર પર રોપ વેની મંજૂરી સામે હાઇકોર્ટનો મનાઈ હુકમ

author img

By

Published : Sep 7, 2022, 7:29 PM IST

અમદાવાદ ગુજરાતના પવિત્ર આસ્થા ધામ ચોટીલા પર રોપ વે બનાવવાનો વિવાદ ફરી એકવાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ સમગ્ર મામલે ચામુંડા માતાજીના ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં રિટ પિટિશન (Writ Petition in High Court) કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા કંપનીને કોન્ટ્રાક્ટની મંજૂરી આપવા માટે થઈને ટ્રસ્ટીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

શું છે સમગ્ર મામલો આ કેસમાં તો ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ (Chamunda Mataji Dungar Trust) તરફથી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા મેસર્સ માર્સ લિ. કંપનીને કોન્ટ્રાકટ આપતા પહેલા કોઈ જરૂરી કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, કોઈપણ કંપનીને કોન્ટ્રાક્ટ માટેની મંજૂરી આપતા પહેલા કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જેમાં ટેન્ડરિંગ, જાહેર હરાજી, અને જાહેર નોટીસ પણ સરકારે બહાર પાડવાની હોય છે, પરંતુ એવી કોઈ પણ પ્રક્રિયા કર્યા સિવાય કોન્ટ્રાક્ટરની ફાળવણી પ્રતિવાદી કંપનીને સોંપી દેવાની તજવીજ ચાલી રહી છે. આ પ્રક્રિયા કાયદાથી સદંતર વિપરીત હોવાથી તેને રદ કરવી જોઈએ.

સરકારે વાંધો અને સૂચનોને નકાર્યા હવે ફરીથી સરકાર દ્વારા મેસર્સ માર્સ કંપનીને રોપવે માટેના કોન્ટ્રાક્ટરની મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેથી ટ્રસ્ટીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ આ મુદ્દે સરકારે, અરજદારના વાંધા અને સૂચનોને નકારી કાઢ્યા છે.

હાઇકોર્ટનો મનાઈ હુકમ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ કોર્ટે, મેસર્સ માર્સ કંપનીને રોપ વે બનાવવા માટેની મંજૂરી આપવા અંગેની કોઈ કાર્યવાહી આગામી મુદત સુધી નહીં કરવાનો વચગાળાનો મનાઈ હુકમ પણ કોર્ટે ફરમાવ્યો છે. આ કેસની વધુ સુનાવણી 21મી સપ્ટેમ્બરે રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.