- ગિરનાર અભ્યારણમાં ચાલતા ગેરકાયદે ખનન ઉપર હાઇકોર્ટનું આકરું વલણ
- નગરપાલિકા અને પોલીસ તરત ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવે
- હાઇકોર્ટે કર્યો મહત્વનો આદેશ
અમદાવાદ: ગિરનાર અભ્યારણ (Girnar Wildlife Century) માં ચાલતા ગેરકાયદે ખનન અને બ્લાસ્ટ (Illegal mining and blast in Girnar sanctuary) ને લઈ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે 1 ઓક્ટોબરે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં આજે કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ન માત્ર અભ્યારણ પરંતુ તેની આસપાસના રેડિયસમાં પણ ગેરકાયદે ખનન અને બ્લાસ્ટને રોકવા સ્થાનિક સ્વરાજની સંસ્થા અને મુખ્યત્વે પોલીસને આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જ દ્વારા 1100 જેટલા સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા
કોર્ટે પોતાના આદેશમાં શું જણાવ્યું ?
કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણની કલમ 266 અંતર્ગત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં જણાવ્યા મુજબની સમસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી (Girnar Wildlife Century) માં ઇકોસેન્સિટિવ ઝોનમાં પર્યાવરણ હેઝારડ્સથી ઘણું નુકશાન થઇ રહ્યું છે. જોકે પ્રશાસને કોર્ટમાં કરેલી રજૂઆતો મુજબ હાલમાં આ પ્રકારની પ્રવૃતિઓ બંધ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક પગલાં પણ લેવામાં આવ્યા છે. આ માટે કડક દેખરેખની પણ જોગવાઈ કરવામાં આવી છે પણ પોલીસ વિભાગની એ જવાબદારી રહેશે કે, આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ હવેથી ન થાય. બીજી વખત આવી ફરિયાદ લઈને કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં આવવી જોઈએ નહીં.
આ પણ વાંચો: અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે- હાઇકોર્ટ