અમદાવાદઃ અમેરિકામાં રહેતી દૌહિત્રીઓને છેલ્લાં ત્રણ વર્ષથી તેમના નાનાનાની સાથે વાતચીત ન કરાવતાં વૃદ્ધ દંપતિએ અરજી દાખલ કરતાં હાઈકોર્ટે વિડીયો કોલ મારફતે વૃદ્ધ દંપતિની દૌહિત્રીઓ સાથે વાતચીત કરાવી હતી.ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ વિડીયો કોન્ફરેન્સ મારફતે દૌહિત્રીઓને પૂછ્યું કે શું તેઓ નાનાનાની સાથે વાતચીત કરવા તૈયાર છે. જ્યારે દૌહિત્રીઓ તરફથી હા કહેવામાં આવ્યું ત્યાર બાદ હાઇકોર્ટે વૃદ્ધ દંપતિને તેમની સાથે જોડ્યાં હતાં. કોરોના મહામારી દરમિયાન ટેકનોલોજી મારફતે લોકોને જોડ્યાં એ મુદ્દે હાઈકોર્ટે ખુશી વ્યક્ત કરી હતી.
હાઈકોર્ટે વૃદ્ધ દંપતિને અમેરિકામાં રહેતી દૌહિત્રીઓ સાથે વીડિયો કોલ પર વાતચીત કરાવી આપી
પરદેશમાં દીકરીઓને પરણાવી સ્વર્ગ પામ્યાંના સુખની અનુભૂતિ કરનારાં વડીલોની આંખ ખોલે એવો કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતાં વૃદ્ધ દંપતિએ ઘરડે ઘડપણ પોતાની દીકરીની દીકરીઓ સાથે વાત સુદ્ધાં કરવા માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાં પડ્યાં છે. હાઈકોર્ટે આધુનિક ટેકનોલોજીના સહારો દૌહિત્રીઓની સંમતિ લઇને વૃદ્ધ નાનાનાની સાથે વિડીયો કોન્ફરન્સિંગ કરીને વાત કરાવી વડીલોના વહાલની કદર કરી હતી.