ETV Bharat / city

'સૂડી વચ્ચે સોપારી' જેવી કોંગ્રેસ હાઈકમાન્ડની હાલત, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોને બનાવવા તેની અવઢવમાં - હાર્દિક પટેલ

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાને લઈ છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma, In-Charge of Congress)એ ગુજરાતની રાજનીતિનો તાગ મેળવ્યો હતો. જેના આધારે હાર્દિક પટેલ (Hardik Patel)ને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. જો કે હાર્દિક પટેલ પ્રમુખ બને તો સિનિયર નેતા ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) નારાજ થાય તે વાત ઊડીને આંખે વળગે તેવી છે.

'સૂડી વચ્ચે સોપારી' જેવી કોંગ્રેસ હાઈકમાન્ડની હાલત

author img

By

Published : Oct 21, 2021, 4:19 PM IST

Updated : Oct 21, 2021, 9:22 PM IST

  • કોંગ્રેસ હાઇકમાન્ડમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખને લઈને સંકટ
  • ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો સિનિયર નેતા થઈ શકે છે નારાજ
  • ભરતસિંહ સોલંકીનું જૂથ થઈ શકે છે નારાજ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં મોટા ફેરફારના એંધાણ સ્પષ્ટ પણે જોવાઇ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by-elections)માં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો જોવા મળી રહ્યો છે. તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે. તો બીજી તરફ હાઇકમાન્ડને લાગી રહ્યું છે કે ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે. હવે સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનોને પક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. હાર્દિક પટેલ (Hardik Patel) અને જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)નું નામ મોખરે આવતા સિનિયર નેતા ભરતસિંહ સોલંકીનું જૂથ ફરી એકવખત નારાજ થાય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આગામી એક વર્ષમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ અને વિપક્ષ નેતા કોને બનાવવા તેને લઈને સતત મનોમંથન કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના આંતરિક વિખવાદનો પુરો લાભ લઇ રહી છે BJP

ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને કોરોનાની બીજી લહેર બાદ ભાજપની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપ સમય બગાડ્યા વગર તરત નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તાના સુખ ભોગવ્યા બાદ આ વખતે સ્વર્ણિમ સંકુલ ખાલી ન કરવું પડે તે માટે કોંગ્રેસના આંતરિક વિખવાદનો પુરો લાભ લેવા માંગી રહી છે.

ભરતસિંહ સોલંકી પ્રમુખ બને તો ભાજપ ભયમાં જોવા મળશે - રાજકીય તજજ્ઞ

રાજકીય તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત ભાજપ ગમે તે જોરે ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવાથી રોકવા માંગી રહી છે, જેની પાછળ તેમનું ગણિત એમ પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે 2017માં ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી 100 સીટોને પણ પાર કરી શકી નહોતી. ઉપરથી કોળી ઠાકોર, ક્ષત્રિય સમાજ, ઉત્તર ગુજરાત, આણંદ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોમાં ભરતસિંહ સોલંકીની પકડ મજબુત જોવા મળી. આ ઉપરાંત જે રીતે ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી પાછા આવ્યા તેના કારણે શહેરી વિસ્તારોમાં પણ તેમની લોકપ્રિયતા વધી છે. ગુજરાત ભાજપે આજની પરિસ્થિતિમાં કાચુ કપાઈ જાય એ માટે કોંગ્રેસની અંદર જ ભરતસિંહ સોલંકી સામેના જૂથને તમામ પ્રકારની મદદ કરી રહી હોય તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરશે?

ભાજપના મોટાભાગના નેતાઓએ ભરતસિંહ સોલંકી સામે બીજા તમામ નેતાઓને એકઠા કરી દીધા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડમાં પણ એવા સંદેશ પહોંચતા કર્યા છે કે તેઓ ભરતસિંહ સોલંકીના બદલે સામેના જૂથ એટલે કે ભાજપ ઇચ્છુક જૂથમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવે તો ભાજપની mission 2022 સહેલાઇથી પાર પાડી શકે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરે છે.

2 નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં ઓબીસી મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો ઓબીસી હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી અને રાજકીય તજજ્ઞોનું માનીએ તો હાલમાં 2 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ અને ભરતસિંહ સોલંકીનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, ત્યારે હાર્દિક પટેલનું દિલ્હી જવું અનેક સંકેત ઉભા કરી રહ્યું છે અને રાજકારણમાં પણ ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. સાથે જ જીગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. જો કે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી દિલ્લીના દરબારમાં જતા ગુજરાત કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીનું જૂથ નારાજ થઈ રહ્યું હોવાના એંધાણ વચ્ચે હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીને પણ દિલ્લીના દરબારમાં બોલાવ્યા છે.

હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનશે તો સિનિયર નેતા થશે નારાજ

રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે જણાવ્યું કે, આગામી 2022ની ચૂંટણી જ્ઞાતિ આધારિત ચૂંટણી બની રહેશે, જેમાં દરેક પક્ષ જ્ઞાતિને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી સત્તાથી દૂર રહેલા ગુજરાત કોંગ્રેસને સત્તામાં આવવાના અભરખા જોવા મળી રહ્યા છે, પરંતુ મજબૂત નેતૃત્વનો અભાવ દરેક ચૂંટણી સમયે કોંગ્રેસમાં જોવા મળે છે. ત્યારે હાર્દિક પટેલને આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ બનાવે તો સિનિયર નેતા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, અમરીશ ડેર, સિદ્ધાર્થ પટેલ જેવા અનેક નેતાઓ નારાજ થઈ શકે છે. આ તમામ નેતાઓએ પાર્ટીને યોગદાન આપ્યું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ 80 બેઠક ભરતસિંહ સોલંકી પ્રમુખ હતા ત્યારે લઈને આવી હતી. જેથી આગામી દિવસોમા જોવું રહ્યું કે ગુજરાત કોંગ્રેસ નવા પ્રમુખની જવાબદારી હાર્દિકને આપશે તો નવો શું વળાંક આવે છે.

હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીનું જૂથ નારાજ ન થાય તેનું પણ રાખવું પડશે ધ્યાન

દિલીપ ગોહિલે વધુમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણી સમયે જ્યારે શક્તિસિંહ ગોહિલનું નામ નક્કી થઈ ગયું હતું, તો બીજા નામ તરીકે રાજીવ શુક્લાનું નામ આગળ હતું, ત્યારે ભરતસિંહ સોલંકીના જૂથે ભરપૂર વિરોધ કર્યો હતો, જેના કારણે અંતે ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ટિકિટ આપવી પડી હતી. જો કે કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. ત્યારે અત્યારે ભરતસિંહ સોલંકીનું નામ નિશ્ચિત હોય તો 2 યુવા નેતાઓને વિશ્વાસમાં લેવાની વાત છે. ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના જૂના નેતા અને કોંગ્રેસ માટે ઉપયોગી નેતા રહેલા છે, તેથી તેમને પણ પ્રમુખ બનાવવા ખૂબ જ જરૂરી છે. તો બીજી તરફ બન્ને યુવા નેતાઓને પણ મહત્વની જવાબદારી આપવી તે પણ જરૂરી છે. બીજી તરફ પંજાબ અને ઉત્તરાખંડમાં જે પ્રકારે સરપ્રાઈઝ આપી છે, તે જ પ્રકારે ગુજરાત કોંગ્રેસમાં પણ યુવા નેતાને પ્રમુખ બનાવે તો અન્ય નેતાઓની નારાજગીનું શું કરવું તે મહત્વનું છે. તે જ પ્રકારે ભરતસિંહ સોલંકીના જૂથને કેટલા હદે નારાજ કરી શકાય તેનો વિચાર કરી હાઇકમાન્ડે નિર્ણય કરવો ખુબજ જરૂરી છે.

હાર્દિક પટેલને પ્રમુખ બનાવતા પહેલા ફાયદા અને ગેરફાયદા તપાસવા ખુબ જ જરૂરી - રાજકીય તજજ્ઞ

તેમણે વધુમાં કહ્યું કે, અન્ય નેતા ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ બનશે તો ભરતસિંહ સોલંકીનું જૂથ નારાજ થશે તે સ્પષ્ટ છે. જેનું કારણ છે કે ગુજરાતમાં જે કોર વોર્ટર્સ રહેલો તે સોલંકી જ છે તે ભરતસિંહ સોલંકીનો છે. ભરતસિંહ સોલંકી જુના નેતા છે, માધવસિંહ સોલંકીના પુત્ર પણ છે, જ્યારે માધવસિંહ સોલંકીએ ખામ થિયરીના આધારે કોંગ્રેસને સત્તા અપાવી હતી અને કોંગ્રેસને જે ફાયદો થયો હતો જેના કારણે કોંગ્રેસ હજુ પણ ટકી રહેલી છે. જેનો થોડો ઘણો ફાયદો લેવો હોય તો ભરતસિંહ સોલંકીનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. હવે, હાર્દિક પટેલને પ્રમુખ બનાવે તો OBC મતદારોનું ધ્યાન રાખવું પણ ખુબજ જરૂરી છે માટે કોંગ્રેસ માટે હાઇકમાન્ડ હાર્દિક પટેલને પ્રમુખ બનાવે તે પહેલાં તેના ફાયદા અને ગેરફાયદા તપાસે તે જરૂરી છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીની કરશે મુલાકાત

રાજ્યમાં કોંગ્રેસમા નેતૃત્વ અંગે મચેલા આ ઘમાસાણ વચ્ચે આવતીકાલે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળશે. આ મુલાકાત દરમ્યાન ગુજરાતના મુખિયાની પસંદગી પર ચર્ચા થાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: કોરોના મહામારી છતાં ભાવનગર યાર્ડમાં છેલ્લા 2 વર્ષમાં મગફળી અને કપાસની આવક વધી

આ પણ વાંચો: કોર્ટનો આદેશ છતા જૂનાગઢના બિનતાલીમી શિક્ષકના પેન્શન સહિતના લાભો અટકાવી દેવાતા શિક્ષણ વિભાગના વાહનો જપ્ત કરાયા

Last Updated : Oct 21, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.