અમદાવાદ: સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય અનરાધાર વરસાદ કારણે નદીઓમાં પુર આવ્યા છે. રાજ્યમાં 44 નદીઓ ઓવરફ્લો થઈ ગઇ છે. કેટલાક લોકોના ડૂબી જવાની ઘટનાઓ પણ બની છે. રાજ્યના 100 ડેમ હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે બે હજાર જેટલા લોકોને આશ્રયસ્થાનમાં આશરો અપાયો છે. કેટલાક ગામોમાં વીજપુરવઠો પણ ખોરવાયો છે, તેને પણ ઠીક કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં ગત રાત્રીથી ધીમી ધારે વરસાદ ચાલુ, ભારે વરસાદની આગાહી - ગુજરાતમાં ભારે વરસાદના આગાહી
સમગ્ર ગુજરાતમાં સીઝનનો 95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિભારે વરસાદની શકયતાવાળી જગ્યાઓએ NDRFની 13 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં NDRFની ટીમને સ્ટેન્ડ-ટુ રહેવા આદેશ અપાયા છે.
અમદાવાદમાં વરસાદ ચાલુ