ETV Bharat / city

અનેક જિલ્લાઓમાં ફરી ધોધમાર વરસાદ - દ્વારકાનો સિંધણી ડેમ ઓવરફ્લો

રાજ્યમાં ફરી એક વાર ધોધમાર વરસાદ જોવા મળી (Heavy Rain restart in all over Gujarat ) રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. તો અન્ય કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે આવો જાણીએ.

Etv Bharatઅનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ

author img

By

Published : Aug 8, 2022, 11:59 AM IST

Updated : Aug 8, 2022, 3:37 PM IST

અમદાવાદઃ રાજ્યમાં થોડા વિરામ પછી ફરી એક વાર મેઘ મહેર જોવા (Heavy Rain restart in all over Gujarat) મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ને હજી પણ પડી રહ્યો છે. તેવામાં અરવલ્લી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી (Weather forecast for rain) મુજબ વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે. જિલ્લાના મોડાસા, માલપુર , ભિલોડા , મેઘરજ, ધનસુરા અને શામળાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો- અંબાજીમાં અડધા કલાકમાં બે ઈંચ વરસાદ, પાણીમાં વાહનો થયા ગરકાવ

હવામાન વિભાગની આગાહી - હવામાન વિભાગની આગાહી (Weather forecast for rain) મુજબ, આગામી 24 કલાક દરમિયાન પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, દમણમા સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે.

વિરામ પછી મેઘરાજાની બેટિંગ શરૂ

બનાસકાંઠામાં વરસાદી માહોલ - ખેડૂતો બનાસકાંઠામાં ત્રણ દિવસના વિરામ પછી વરસાદી માહોલ (Heavy Rain in Banaskantha District) જોવા મળી રહ્યો છે. અહીં પાલનપુર, વડગામ, ડીસા, દિયોદર, ધાનેરા, દાંતીવાડા અને અમીરગઢ પંથકમાં વરસાદનું આગમન થયું છે. ખેડૂતોની ખેતરમાં વાવણી પછી વરસાદથી ખેડૂતો હરખાયા છે. આ સાથે જ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

માર્કેટ યાર્ડમાં હરાજી બંધ - તો ડીસામાં ભારે વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ (Auction closed at Disa Market Yard) રહી છે. આ ઉપરાંત જૂની શાકભાજી માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાયું હોવાથી વેપારીઓને હાલાકી પડી રહી છે. તો મારૂતિ પાર્ક, પિન્ક સિટી સહિત હાઈ વેની સોસાયટીમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે.

કલ્યાણપુર તાલુકામાં સતાપર સિંધણી ડેમ ઓવરફ્લૉ - સતાપર દેવળિયા સહિતના વિસ્તારમાં સારા વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લૉ (Dwarka Sindhani Dam overflow) થઈ ગયો છે. તેના કારણે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. જિલ્લામાં ગઈકાલથી સારા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતા ડેમ ઓવરફ્લૉ થયો છે.

વિરામ પછી મેઘરાજાની બેટિંગ શરૂ - જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો (Heavy Rain in Arvalli District) હતો. ત્યારે હવે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે ડુંગરોથી ઘેરાયેલા મોડાસાના સરડોઈ ગામમાં ડુંગર પરથી વહી રહેલા ધસમસતા પ્રવાહના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં ભિલોડા તાલુકાના માંકરોડા, ખલવાડ સહિતના ગ્રામ્ય વિસ્તોરમાં વરસાદ થતાં રસ્તોઓ પર પાણી ફરી વળ્યા હતા. તો લીલછા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

આ પણ વાંચો- બોટાદમાં અનરાધાર મેઘમહેર: ભારે વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા

સાબરકાંઠામાં અહીં પડી રહ્યો છે વરસાદ - બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં (Heavy Rain in Sabarkantha District ) વડાલી તાલુકાના થેરાસણા, વડાલી કંપા, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વડાલી તાલુકામાં બીજા રાઉન્ડમાં વરસાદી માહોલ જામતા 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્મા તાલુકામાં રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપા લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

દ્વારકા પાણીપાણી - યાત્રાધામ દ્વારકામાં (Heavy Rain in Dwarka District) ગઈકાલે વહેલી સવારથી સવારથી ખાબકી રહેલા ધોધમાર વરસાદે હવે વિરામ લીધો છે. અહીં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ધોધમાર 3 ઈંચ જેટલો વરસાદ પડતાં સમગ્ર દ્વારકા પાણી પાણી થઈ ગયું હતું. તો દ્વારકાના મુખ્ય માર્ગો વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકો અટવાયા હતા.

રાજકોટમાં વરસાદી માહોલ - જીલ્લામાં રવિવારે સવારથી જ વરસાદી વાતાવરણ (Heavy Rain in Rajkot District) જોવા મળ્યું હતું. જ્યારે ઉપલેટા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં અંદાજિત 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગોંડલ પંથકમાં પણ લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો.

Last Updated : Aug 8, 2022, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.