અમદાવાદ : હવામાન વિભાગે (Gujarat Rain Update) આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટે રાજ્યના વલસાડ, બનાસકાંઠા અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેવા અહેવાલો (Heavy rain forecast) પણ મળી રહ્યા છે.
ગુજરાતમાં સિઝનનો 75 ટકા વરસાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે NDRFની ટીમને પણ તૈનાત રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ થયો છે.
આ પણ વાંચો : કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ભાવનગરના ગામડાઓ રેડ એલર્ટ પર
પાક નુકસાનની સહાય : ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન (crop damage Due to heavy Rain) અંગે કૃષિ વિભાગે 8 જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં હજૂ કામગીરી ચાલુ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 4000 ગામડાઓમાં પાકને નુકસાન થયું છે. સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત કરવામાં (Assistance on crop damage) આવશે.
આ પણ વાંચો : Weather forecast : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ
રાજ્યમાં 24 કલાકમાં 139 તાલુકામાં મેઘમહેર : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સોનગઢમાં 2.5 ઈંચ જ્યારે ઉમરપાડા અને સાગબારામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ વ્યારા, બાવળા અને લખપતમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખેડા, સુબીર, ખેરગામ, વાંસદા અને ઉચ્છલમાં 1.5 ઈંચ અને વાપી, ધાનેરા, કામરેજ અને પાદરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. માંડવી અને હાંસોટમાં પણ 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.