ETV Bharat / city

બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં મર્યાદિત લોકોની હાજરીમાં ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સથી સુનાવણી શરૂ કરાશે - કોર્ટની સુનાવણી

કોરોના મહામારીને લીધે માત્ર અરજન્ટ કેસની સુનાવણી કરતી બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં હવે નિયમિત સુનાવણીની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. ત્યારે દૂધ સંઘ મંડળી, કો-ઓપરેટીવ બેન્ક, હાઉસિંગ સોસાયટી સહિતના અટકેલા કેસનો નિકાલ થઈ શકશે. રાજ્ય સરકારની મંજૂરી બાદ બોર્ડ દ્વારા દરરોજ 10 કેસની યાદી તૈયાર કરવામાં આવશે. રાજ્યની 18 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં વેબકેમ અને માઇક્રોફોન સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસિએશન
ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસિએશન
author img

By

Published : Aug 15, 2020, 10:46 PM IST

અમદાવાદ: કોરોના મહામારી બાદ જાહેર કરાયેલા લોકડાઉનને કારણે હાઈકોર્ટ સહિત તમામ કોર્ટમાં પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મર્યાદિત કેસની સુણાવની હાથ ધરવામાં આવતી હતી, પરંતુ હવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં દરરોજ બોર્ડમાં 10 કેસની ફિઝિકલ સુનાવણી અને સાથે જ વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવશે. જેથી કરીને પેન્ડિંગ કેસનું ભારણ ઓછુ થઈ શકે. આ 10 કેસની ફિઝિકલ સુનાવણી હાથ ધરવામાં આવશે.

બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં મર્યાદિત લોકોની હાજરીમાં ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સથી સુનાવણી શરૂ કરાશે

કઈ રીતે હાથ ધરાશે સુનાવણી...

બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં વાદી અને પ્રતિવાદીના વકીલ, જજ અને ક્લાર્કને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જેથી કરીને પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ શકે. આ મુદ્દે વાતચીત કરતા ગુજરાત કો-ઓપરેટીવ બાર એસસોશિયેશનના પ્રમુખ હિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ઓનલાઈન સુનાવણીમાં ટેક્નિકલ ખામી અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાને લીધે સરકારને મર્યાદિત લોકોની હાજરીમાં કોર્ટમાં સુનાવણી માટે માગ કરી હતી. જે રાજ્ય સરકાર મંજૂર કરતા હવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં સુનાવણી શરૂ કરાશે.

નોંધનીય છે કે અમદાવાદની ઘણી નીચલી કોર્ટમાં હજૂ પણ લોકોને કોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવતી નથી. માત્ર વકીલ અને જરૂરી લોકોને જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવે છે. આ તમામ નિણર્ય કોરોના સંક્રમણ અટકવવા માટે લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે સવારે 11 થી 2 વાગ્યે સુધીમાં બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં સુનાવણી શરૂ કરાશે.

બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં ક્યાં પ્રકારના કેસ ચાલે છે.

બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં દૂધ સંઘ મંડળી, હાઉસિંગ કો-ઓપરેટીવ, કોપરેટીવ બેંક સહિતને લગતા કેસની સુનાવણી કરવામાં આવે છે. રાજ્યમાં હાલ 18 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે, જે પૈકી 4 અમદાવાદમાં છે.

ગુજરાત કો-ઓપરેટીવ બાર એસોસીએશનના પ્રમુખ હિતેન્દ્ર શાહ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલ/બોર્ડ ઓફ નોમિનિઝમાં પ્રમુખ અને એક સભ્યની જગ્યા દોઢ વર્ષથી ખાલી છે અને તેને ભરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. અપેલેટ ટ્રીબ્યુનલમાં પણ સુનાવણી શરૂ કરવા ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં કેસના ફિઝિકલ ફાઈલિંગ માટે 5 કાઉન્ટર શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ઈ-ફાઈલિંગ થકી દાખલ કરવામાં આવતા હતા. જો કે, 15મી ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ વિક્રમનાથે ફિઝિકલ ફાઈલિંગ માટે 5 નવા એક્સક્લુઝીવ કાઉન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર-2 પાસે આ ફિઝિકલ ફાઈલિંગ શરૂ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.