અમદાવાદ: આજે ગૌણ સેવા પસંદગી દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં (HEAD CLERK EXAMINATION) આવી હતી. ગુજરાતના 07 જિલ્લામાં 700થી વધુ સેન્ટરો પર આ પરીક્ષા યોજાઈ હતી. ગાંધીનગરમાં 77 સેન્ટરો પર આ પરીક્ષા યોજાઇ (Head Clerks exam held today) હતી.
અગાઉ થયું હતું પેપર લીક: અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા યોજાઈ (HEAD CLERK EXAMINATION) હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ પેપરલીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. હેડ ક્લાર્ક વર્ગ-3નું પેપરલીક થયું હોવાનો ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી અને રદ્દ કરાયેલી હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા માર્ચમાં યોજવા અંગે જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો : વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ભાગેલી બાંગ્લાદેશી યુવતિઓ રાજકોટથી ઝડપાઈ
અસિત વોરાનું રાજીનામુ લેવાયું હતું: પેપરલીક થવાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરા રાજીનામુ આપે એવી યુવાનો તરફથી માંગ કરાઈ હતી. અંતે અસિત વોરાએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપતા એ.કે. રાકેશની ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપાઇ હતી. આ વખતે યોજાનારી પરીક્ષામાં કોઈ કચાશ ના રહી જાય એ માટે મંડળ દ્વારા અગાઉથી જ તમામ તૈયારીઓ કરાઈ હતી.
આ વખતે ચોકસાઈ: પરીક્ષાના ચાર દિવસ અગાઉ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને એકત્રિત કરી પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષાની તકેદારી તેમજ ફરી પેપરલીકની ઘટના ન બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તમામ આચાર્યોને પેપરનું સિલબંધ કવર ક્યાં સમયે ખોલવું અને કોની હાજરીમાં ખોલવુ એ અંગે તમામ માહિતી આપવામાં આવી હતી. પરીક્ષામાં કોઇ ગેરરિતી ન થાય તે માટે તંત્રનું આયોજન હતું.
પરીક્ષા કેન્દ્રની આસપાસ ઉભા રહેવાની મનાઇ: પરીક્ષાકેન્દ્રની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટર અને શંકાસ્પદ દુકાનો આજે વહેલી સવારે જ પોલીસે બંધ કરાવ્યા હતા. પરીક્ષાને લઇને કોઇપણ પ્રકારનાં ઇલેક્ટ્રિક ગેજેટ વિદ્યાર્થી ન લઇ જાય તે માટે કડક ચેકિંગ હાથ ધરાયું હતું અને પરીક્ષા કેન્દ્રની આસપાસ સાથે આવેલા વાલી કે અન્ય કોઇ પણ વ્યક્તિને ઉભા રહેવા દેવાની મનાઈ ફરમાવાઈ હતી. પરીક્ષાના કેન્દ્રો પણ એવી જ શાળાઓને ફાળવાયા હતા. જ્યાં CCTV ની સુવિધા હોય, આમ પરીક્ષાનય ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા સીસીટીવી મોનિટરિંગ કરાયું હતું.
આ પણ વાંચો : સુરતમાં કમ્પાઉન્ડનની દિવાલ ધરાશાયી થતા 2 શ્રમિકો દબાયા, મિલકતદાર સામે ગુનો દાખલ
ગૌણ સેવા મંડળ પસંદગીના ચેરમેનનું નિવેદન: ગુજરાત ગૌણ સેવા મંડળ પસંદગીના ચેરમેન એ.કે.રાકેશે જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ
હેડકલાર્કની પરીક્ષા ખૂબ સારી અને સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. 01,08,494 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગૌણસેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન એ.કે.રાકેશે સમગ્ર વ્યવસ્થામાં સંકળાયેલ કર્મચારી પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો.
ટાઈટ સિક્યુરિટી રખાઈ: એ.કે.રાકેશે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પરીક્ષામાં ખાસ પ્રકારના સિક્યુરિટિ પેકીંગ રાખ્યા હતા. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારીની અધ્યક્ષતામા સમિતી બનાવી હતી. સેન્ટ્રલ સ્ટ્રોગ રુમ ઉભો કરીને આ વખતે પેપર ડીસ્ટ્રીબ્યુટ કરાયા હતા. દરેક તબક્કે વિડીયો ગ્રાફી કરવામા આવી છે. ઓએમઆર શીટ આજ મોડી રાત સુધીમા અપલોડ થશે.