હાર્દિક પટેલે ઊંંઝામાં આવેલા માતા ઉમિયાના મહાલક્ષ ચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે અરજીને ફગાવવાનું વલણ દાખવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, હાર્દિક પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટની વર્તમાન સમયની કેટલીક પોસ્ટ વિવાદાસ્પદ હોવાથી તે ઊંઝા દર્શન કરવાના ઈરાદે જતો હોય તેમ લાગી આવતું નથી. સરકારી વકીલ તરફે કોર્ટમાં સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક પોસ્ટ વિવાદાસ્પદ હતી.
હાઈકોર્ટમાં રાજ્ય સરકારે સોંગનામું રજુ કર્યું હતું. જેમાં હાર્દિક પટેલ નામ વાળા ફેસબુક અકાઉન્ટની સ્ટોરી પર મહેસાણા પ્રવેશને લઈને વિવાદાસ્પદ લખાણ લખ્યું હોવાથી હાર્દિક ત્યાં જઈને ઉશકેરાણી કરશે તેની શક્યતાના પગલે વિરોધ કર્યો હતો જોકે અરજદાર હાર્દિક પટેલના વકીલે દલીલ કરી હતી કે આ હાર્દિકનું સતાવાર અકાઉન્ટ નથી તેના પર બ્લુ ટીક પણ નથી. સરકારને આ ફેસબુક અકાઉન્ટ સાથે મળેલા નંબરના IP એડ્રેસ સહિતની ચકાસણી કરવામાં આવતી હોવાની દલીલ કરી હતી. હાઈકોર્ટે આ મુદે અરજદારના વકીલને સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ હાઈકોર્ટે સરકારને હાર્દિકના મહેસાણા પ્રવેશ મુદે એક દિવસ માટે તારીખ નક્કી કરવા મુદે સોંગદનામું રજુ કરવાનો આદેશ કર્યો હતો.
-
महेसाना ज़िले में हमारी कुलदेवी के मंदिर में एतिहासिक लक्षचंडी महायज्ञ हैं। इस महायज्ञ में मुझे मेरे पति के साथ बैठना था लेकिन भाजपा सरकार ने हार्दिक जी को महेसाना ज़िले में प्रवेशबंदी कर महायज्ञ में आने से रोका हैं। आज मैं अकेली कुलदेवी के एतिहासिक लक्षचंडी महायज्ञ में बैठी हूँ।
— Kinjal Hardik Patel (@Kinjal_H_Patel) December 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">महेसाना ज़िले में हमारी कुलदेवी के मंदिर में एतिहासिक लक्षचंडी महायज्ञ हैं। इस महायज्ञ में मुझे मेरे पति के साथ बैठना था लेकिन भाजपा सरकार ने हार्दिक जी को महेसाना ज़िले में प्रवेशबंदी कर महायज्ञ में आने से रोका हैं। आज मैं अकेली कुलदेवी के एतिहासिक लक्षचंडी महायज्ञ में बैठी हूँ।
— Kinjal Hardik Patel (@Kinjal_H_Patel) December 18, 2019महेसाना ज़िले में हमारी कुलदेवी के मंदिर में एतिहासिक लक्षचंडी महायज्ञ हैं। इस महायज्ञ में मुझे मेरे पति के साथ बैठना था लेकिन भाजपा सरकार ने हार्दिक जी को महेसाना ज़िले में प्रवेशबंदी कर महायज्ञ में आने से रोका हैं। आज मैं अकेली कुलदेवी के एतिहासिक लक्षचंडी महायज्ञ में बैठी हूँ।
— Kinjal Hardik Patel (@Kinjal_H_Patel) December 18, 2019
સરકાર તરફે રજૂ કરાયેલા સોંગદનામામાં હાર્દિક પટેલ નામ ધરાવતા ફેસબુક અકાઉન્ટની સ્ટોરીમાં લખાણ લખવામાં આવ્યું છે કે, ભાજપ સરકાર હાર્દિક પટેલને તેની કુળદેવી ઉમિયા માતાના યજ્ઞમાં જતા અટકાવી રહી છે. જે સ્વીકાર્ય નથી. સમાજના છોકરાઓને મારવા વાળી સરકાર ધાર્મિક કાર્યક્રમમાં પણ રાજનીતિ કરી રહી છે. બીજી સ્ટોરીમાં લખવામાં આવ્યું કે યાદ રાખજો સમાજના ગદ્દારોને સમાજના લોકો જ સબક શીખવાડશે, ધાર્મિક કાર્યક્રમમાં રાજનીતિ કરવા વાળા લોકોના કપડા પણ ફાટી જશે.
સરકારી વકીલે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, મહાયજ્ઞમાં અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન, કેબિનેટ પ્રધાન અને Z પ્લસ સુરક્ષા ધરાવાતા લોકો આવનાર હોવાથી હાર્દીક પટેલને 23મી ડિસેમ્બર પછી પૂજા માટે પરવાનગી આપવામાં આવે. 23મી ડિસેમ્બર પહેલાં Z પ્લસ સુરક્ષા ધરાવતા લોકો પૂજામાં ભાગ લેતા હોવાથી કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે 23મી ડિસેમ્બર પછી હાર્દિકને પૂજામાં ભાગ લેવા માટે મહેસાણા જીલ્લામાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે. હાર્દિક પટેલના વકીલ દલીલ કરી હતી કે અમે 15મી ડિસેમ્બરથી 24 ડિસેમ્બર 2019 વચ્ચે પરવાનગી માંગી છે.
સરકારી વકીલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે 2015માં થયેલા જીએમડીસી ગ્રાઉન્ડની ઘટનાના કેસમાં હાર્દિક દ્વારા બાંહેધરી એફિડેવિટ દાખલ કર્યા બાદ તેના જામીન મંજુર કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ પણ તેણે ધોળકામાં વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. બાબરી મસ્જીદ - રામ મંદિર સહિતના મુદા પર બેફામ બોલે છે. હાર્દિક ઉશકેરણીજનક નિવેદનો આપે છે અને જ્યાં જવાની પરવાનગી હાર્દિક માંગવામાં આવી છે તે સ્થળે કોઈ એક સમુદાયને ઉશકેરી શકે તેવો ભય પણ વ્યકત કર્યો હતો.
અરજદાર હાર્દિક પટેલ તરફે દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે 15મી ડિસેમ્બર 2019 થી 24 ડિસેમ્બર 2019 સુધી મહેસાણા જીલ્લામાં પ્રવેશ આપવાની છુટ આપવામાં આવે. 18મી ડિસેમ્બર થી 22મી ડિસેમ્બર સુધી મહાયક્ષ યોજાશે. 1લી ડિસેમ્બરથી મંદિરમાં મંત્રોચ્ચાર પણ શરૂ થઈ ચુક્યાં છે. હાર્દિક પટેલે 99 યજ્ઞકુંડની પૂજા કરવા માટે 1.51 લાખ રૂપિયાનું દાન પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
અરજદાર તરફે દલીલ કરવામાં આવી છે કે વિસનગર તોડફોડ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. એટલું જ નહિ અપિલ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે જ્યારે મહેસાણા સેશન્સ કોર્ટમાં આ કેસની ટ્રાયલ પણ પુરી થઈ ગઈ હોવાથી હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ આપવામાં આવે. હાર્દિક પર મહેસાણા જીલ્લામાં પ્રવેશબંધી બંધારણની કલમ 19(1) વાણી અને અભિવ્યકિતની સ્વતત્રતાં વિરૂધનું છે. પ્રવેશબંધીની શરતને લીધે અરજદારે ત્રણ વર્ષથી તેમની કુળદેવીના મંદિરમાં પ્રવેશ કર્યો નથી. મહેસાણા સેસન્સ કોર્ટ દ્વારા આરોપી હાર્દિક પટેલને તોડફોડના કેસમાં ત્રણ મહિનાની સજા ફટકારી હતી.