ETV Bharat / city

હાર્દિક પટેલ વર્સિસ નરેશ પટેલ : રાજકીય અને સામાજિક રીતે આ બેમાંથી કોનું વજન વધારે? - Politics of Gujarat

નરેશ પટેલ રાજકારણમાં આવું આવું કરે છે, પણ તારીખ પડ્યા કરે છે. હાર્દિક પટેલના કોંગ્રેસ ત્યાગ પછી હવે નરેશ પટેલ શું નિર્ણય કરશે તેના પર ભાજપ, ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મીટ મંડાઇ છે. હાર્દિક પટેલ વર્સિસ નરેશ પટેલ (Hardik Patel Versus Naresh Patel) આ બન્નેમાંથી રાજકીય અને સામાજિક રીતે કોનું વજન વધારે તે વિશે (Who weighs more politically and socially in patidar ) ETV Bharatનો વિશેષ અહેવાલ…

હાર્દિક પટેલ વર્સિસ નરેશ પટેલ : રાજકીય અને સામાજિક રીતે આ બેમાંથી કોનું વજન વધારે?

author img

By

Published : May 19, 2022, 6:53 PM IST

Updated : May 19, 2022, 7:27 PM IST

અમદાવાદ- ખોડલધામના નિર્માતા નરેશ પટેલનું સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં ખૂબ માન (Who weighs more politically and socially in patidar ) છે, તેઓ સાદગી સાથે સાલસ સ્વભાવના છે. તેમને વિચાર આવ્યો કે સમાજની સેવા તો કરી પણ હવે ગુજરાત અને દેશની સેવા કરવી છે. આથી હવે રાજકારણમાં પ્રવેશ લેવો જોઈએ. તેવા નિર્ધાર સાથે નરેશ પટેલે તમામ પક્ષો સાથે બેઠક શરૂ કરી હતી. પણ હજી સુધી તેઓ નિર્ણય લઈ શક્યાં નથી.

તમામ પક્ષોનું નરેશ પટેલને ખુલ્લું આમંત્રણ - નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે તમામ પક્ષોએ નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે. નરેશ પટેલ પાટીદાર સમાજનો અવાજ છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાં નરેશ પટેલની (Who weighs more politically and socially in patidar )વાતનું વજન પડે છે. પાટીદાર સમાજની એકતાના આજેપણ વખાણ થાય અને આ એકતા આજે પણ એવી જ છે. આથી પાટીદાર સમાજની મતબેંકને અંકે કરવા માટે નરેશ પટેલને વિધાનસભા ચૂંટણીે લઇને (Gujarat Assembly Election 2022) પોતાના પક્ષમાં લાવવા હોડ લાગી છે.

પ્રશાંત કિશોર અને નરેશ પટેલ - નરેશ પટેલે રાજકારણમાં જોડાવા માટે એમ કહ્યું હતું કે મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ. અને તે અંગે સર્વે ચાલી રહ્યો છે. આ વાતને બે મહિનાથી વધુનો સમય ગયો છે. એક વાત એવી પણ આવી હતી કે પ્રશાંત કિશોર કહેશે તો નરેશ પટેલ રાજકારણમાં (Politics of Gujarat) જોડાશે. પણ પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તે વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. હવે નરેશ પટેલ માટે કપરો સમય આવ્યો કે પ્રશાંત કિશોર (Prashant Kishore and Naresh Patel) કોંગ્રેસમાં ન આવે તો હું (Gujarat Congress) જોડાઈને શું કરીશ. પ્રશાંત કિશોરને કારણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ખૂબ અફવા ચાલી હતી, પણ પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જોડાવાની વાતનું સુરસુરિયું થઈ ગયું હતું.

નરેશ પટેલ મગનું નામ મરી પાડતા નથી -નરેશ પટેલ છેલ્લા બે મહિનામાં અનેક વખત દિલ્હી જઈ આવ્યા છે, પણ કોઈ વાત બની નથી. સી આર પાટીલ સાથે બેઠક થઈ ગઈ છે. પણ હજી સુધી નરેશ પટેલ મગનું નામ મરી (Naresh Patel Politics) પાડતા નથી. આમ આદમી પાર્ટીએ પણ જાહેર આમંત્રણ આપ્યું છે. પણ નરેશ પટેલ કોઈને મચક આપતા નથી. તેઓ મીડિયા સાથે વાત કરે છે, ત્યારે કોઈ ક્લૂ પણ આપતા નથી. તેઓ કઈ વિચારધારાને પસંદ કરે છે અને તેઓ કોની સાથે છે.

આ પણ વાંચો : Naresh Patel Politics : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આ નેતાને મનાવવા માટે કાલાંવાલાંનો વધુ એક દોર

હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક -બીજી તરફ હાર્દિક પટેલ અને નરેશ પટેલ (Hardik Patel Versus Naresh Patel) અનેક વખત બેઠક કરી ચુક્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે પહેલા ખોડલધામમાં જ બેઠક કરી ચુક્યા હતાં અને કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મુદ્દે નરેશ પટેલને જણાવ્યું હતું. કોંગ્રેસમાં (Gujarat Congress) શું ચાલે છે, તે તમામ વાત હાર્દિક પટેલે મીડિયા સામે કરી છે, તે નરેશ પટેલને જણાવી હોવી જોઈએ. હાર્દિક પટેલની કોંગ્રેસ છોડવાથી અસર રુપે હવે નરેશ પટેલ (Who weighs more politically and socially in patidar ) કોંગ્રેસમાં જોડાવા માટે કદાચ અટકી ગયા હોય તેવું પણ બની શકે છે. કોંગ્રેસમાં લીડરશીપનો અભાવ (Gujarat Assembly Election 2022)અને કાર્યશૈલીમાં ખામી દેખાઈ આવે છે.

કોંગ્રેસના નેતા નરેશ પટેલને મળ્યાં - હાર્દિક પટેલના રાજીનામાના બીજા દિવસે કોંગ્રેસના અગ્રણી નેતાઓ(Gujarat Congress) રાજકોટમાં નરેશ પટેલને મળવા ગયા હતાં અને પાર્ટીમાં જોડાવા માટે અરજ કરી હશે. કોંગ્રેસને આગામી 2022ની ચૂંટણી જીતવા માટે પાટીદાર અગ્રણી નેતાની (Who weighs more politically and socially in patidar )જરૂર પડશે, જે નિતીન પટેલ અને ભૂપેન્દ્ર પટેલનો સામનો કરી શકે.

કોંગ્રેસમાં તેઓ કશું કરી શક્યા નથી - હાર્દિક પટેલ કોંગ્રેસમાં આવ્યા ત્યારથી તેઓ કોંગ્રેસમાં કોઈ જાદૂ કરી શક્યા નથી. હાર્દિકનું ફેન ફોલોઈંગ ઘટી ગયું છે. પાટીદાર સમાજમાં પણ તેમનું માનસમ્માન ઘટી ગયું છે. કારણ કે મોટાભાગના પાટીદારો ભાજપ સમર્થક છે અને હાર્દિક પટેલ કોંગ્રેસ સમર્થક હતાં, જેથી સમાજમાં તેમનું સ્થાન ગુમાવ્યું હતું. હાર્દિક પટેલના સાથીદારો તેમનો સાથ છોડીને ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે હાર્દિક પટેલ એકલા અટુલા રહી ગયા છે. કોંગ્રેસમાં પણ તેમનું કોઈ માન સમ્માન રહ્યું ન હતું. તેઓ કહેવા પુરતા જ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હતાં. આ હાર્દિક પટેલે તેમની વાતમાં કહ્યું હતું.

આ પણ વાંચો : આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ

હાર્દિક પટેલથી કોંગ્રેસ અને ભાજપના અનેક નેતા નારાજ છે - હાર્દિક પટેલ યુવા નેતા છે અને સારા વકતા પણ છે. જેથી તેઓ પોતાની આગવી છટાથી વાતને રજૂ કરી શકે છે. પણ કોંગ્રેસમાં જોડાયા પછી તેમની યુવા નેતા તરીકેની છાપ અને સિક્કો જમાવવાની વાત પર પાણી ફરી વળ્યું હતું. હાર્દિક પટેલનું કોંગ્રેસમાં માન સમ્માન ન હતું તો હવે તેઓ ભાજપમાં જોડાશે તો પણ ભાજપમાં અનેક પાટીદાર સીનીયર નેતાઓ નારાજ થશે. હાર્દિક પટેલે જ્યારે પાટીદાર અનામત આંદોલન કર્યું હતું ત્યારે આનંદીબહેન પટેલને સીએમની ખુરશી છોડવી પડી હતી, તે વખતે 14 પાટીદારના મૃત્યુ થયા હતાં. ભાજપના લીડરને જનરલ ડાયર કહેનાર હાર્દિકને હવે ભાજપ પર પ્રેમ ઉભરાયો છે. એટલે આનંદીબહેન પટેલથી શરૂ કરીએ તો અનેક પાટીદાર નેતાઓ નારાજ થશે. એટલે કે હાર્દિક પટેલ માટે તો અસંમજસભરી સ્થિતિ છે. જવું તો કયાં જવું

નરેશ પટેલ કદાવર નેતા તરીકે ઉભરીને આવશે - જ્યારે નરેશ પટેલને (Who weighs more politically and socially in patidar )તમામ પક્ષો સામેથી બોલાવી રહ્યા છે. પણ નરેશ પટેલ નિર્ણય નથી લઈ શકતા કે મારે રાજકારણમાં જવું કે નહી. હાર્દિક પટેલ કરતાં નરેશ પટેલ કદાવર નેતા તરીકે ઉભરીને આવશે. નરેશ પટેલની સમાજ (Hardik Patel Versus Naresh Patel) પર સારી પકડ છે, તેમની સાદગી અને બોલીમાં સ્વચ્છતા તમામને આકર્ષી રહી છે. નિસ્વાર્થભાવે સમાજ અને રાજ્યની સેવા કરવાનો ભેખ લીધો હોય તેવા નરેશ પટેલ લાગે છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત

Last Updated : May 19, 2022, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.