ETV Bharat / city

દિવાળીને લઈને ગુજરાત સરકારની નાગરિકોને ભેટ, રાત્રિ કરફ્યૂ સહિત વિવિધ મેળાવડાઓમાં છૂટછાટ

સમગ્ર દેશ અને રાજ્યમાં સોમવારને બીજી તારીખથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ( Home Department Notification ) સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાત્રી કર્ફ્યુમાં (night curfew time) વધુ બે કલાકની છૂટછાટ ( Happy Diwali In Gujarat ) આપવામાં આવી છે. જ્યારે છઠ્ઠપૂજામાં પણ 400 લોકોની મર્યાદામાં પૂજાઅર્ચના કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

Happy Diwali In Gujarat: રાત્રે 1થી સવારના 5 સુધી જ કર્ફ્યૂ રહેશે, અનેક છૂટછાટ અપાઈ

author img

By

Published : Oct 28, 2021, 9:17 PM IST

Updated : Oct 29, 2021, 12:04 PM IST

  • રાજ્યના ગૃહવિભાગનું જાહેરનામું, રાત્રી કરફ્યુમાં ઘટાડો
  • રાજ્યના 8 કોર્પોરેશન વિસ્તારમાં રાત્રીના 1 વાગ્યા થી 5 સુધી કરફ્યુ
  • 2 કલાક કરફ્યુમાં છૂટ આપવામાં આવી
  • છઠ્ઠપૂજા માટે 400 લોકોની મંજૂરીમાં પૂજા થઈ શકશે

ગાંધીનગર : 2 નવેમ્બરથી ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર ( Home Department Notification ) દ્વારા આજે 28 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના 8 મહાનગરપાલિકામાં રાત્રિના 12 વાગ્યા સુધી કરફ્યુની શરૂઆત થઈ જાય છે પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને હવે રાત્રે એક વાગ્યાથી શરૂઆત થશે જે 05:00 સુધી કર્ફ્યુ (night curfew time) લાગુ રહેશે. આમ રાજ્ય સરકારે આ કલાકોમાં બે કલાકની છુટ આપી ( Happy Diwali In Gujarat ) જે 30 નવેમ્બર સુધી લાગુ રહેશે.

સિનેમા હોલ 100 ટકા કેપેસિટીથી કાર્યરત

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર ( Home Department Notification ) દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી સિનેમાહોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે કોરોના સંક્રમણ અને તીવ્રતા ઘટી રહી હતી તેને ધ્યાનમાં લઈને પ્રથમ તબક્કામાં 50 ટકા અને ત્યારબાદ 75 ટકા કેપેસિટીથી સિનેમાહોલ કાર્યરત કરવામાં આવ્યા હતાં. પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અને હાલમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાજ્યના તમામ સિનેમા હોલમાં 100 ટકા કેપેસિટી સાથે સિનેમાહોલ કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

છઠ્ઠપૂજામાં 400 લોકોની મર્યાદામાં ઉજવણી

દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમ અને છઠના દિવસે પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે અને રાજ્ય સરકાર દ્વારા ઇન્દિરા બ્રિજ ખાતે સાબરમતી નદીના રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠપૂજાનો ઘાટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે દિવાળીના તહેવાર અને છઠ્ઠપૂજાને મહત્વ આપીને રાજ્ય સરકારે ચારસો લોકોની મર્યાદામાં છઠપૂજા ઉજવણી ( Celebration of Chhath Puja ) માટેની મંજૂરી પણ આપી દીધી છે આ ઉપરાંત સ્પા સેન્ટર પણ સવારે નવ વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી નિયમોનુસાર ચાલુ રાખી શકાશે, આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન રાજકીય પાર્ટી અને અમુક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સ્નેહ મિલનનું આયોજન પણ નવા વર્ષ દરમિયાન કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમને પણ રાજ્ય સરકાર ( Home Department Notification ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે પરંતુ 400 લોકોની કેપેસિટીને ધ્યાનમાં લઈને અને તમામ કોરોના ગાઇડલાઇન્સ પ્રમાણે જ યોજી શકાશે.

દિવાળીનો તહેવાર અને ઓછું સંક્રમણ

દિવાળીના તહેવારોની હવે શરૂઆત થઈ રહી છે અને ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ પણ ઓછું થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે દિવાળીના તહેવારમાં લોકો દિવાળીની ઉજવણી કરી શકે તેને ધ્યાનમાં લઈને રાત્રી કર્ફ્યુમાં (night curfew time) પણ ઘટાડો કર્યો છે. સાથે જ સિનેમા હોલમાં 100 ટકાની કેપેસિટી સાથે ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે અને છઠ્ઠપૂજાની પણ મંજૂરી ( Celebration of Chhath Puja ) રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે, આમ દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા અનેક મંજૂરી ( Home Department Notification ) આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ દિવાળી પહેલાથી જ કચ્છની હોટલો હાઉસફૂલ, દેશભરમાંથી આવશે પ્રવાસીઓ

આ પણ વાંચોઃ ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો

Last Updated : Oct 29, 2021, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.