ETV Bharat / city

માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?

અમદાવાદ હાઇકોર્ટમાં(Ahmedabad high Court ) એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. જેમાં બાળક અને માતા પિતાના પવિત્ર સંબંધમાં માતા અને પિતા એ પોતાના માત્ર બે દિવસના બાળકની કસ્ટડી લેવા માટે થઈને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ(Habeas Corpus Application in HC ) દાખલ કરી છે. શું છે સમગ્ર મામલો અને કેમ માતા પિતાને આ પગલું લેવું પડ્યું?

માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?
માત્ર બે દિવસના નવજાત શિશુની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે સમગ્ર મામલો?
author img

By

Published : Jun 23, 2022, 10:37 PM IST

અમદાવાદ: બાળક અને માતા પિતાનો સબંધ ખૂબ જ અનોખો હોય છે. બાળકને કોઈ પણ તકલીફ ન થાય એની તકેદારી રાખતા હોય છે.અને આવો જ એક કિસ્સોમાં માતા અને પિતા એ પોતાના માત્ર બે દિવસના બાળકની કસ્ટડી લેવા માટે(To take custody of the child) થઈને ગુજરાત હાઈકોર્ટમાં(Gujarat High Court) હેબિયસ કોપર્સ(Habeas Corpus Application in HC ) દાખલ કરી છે.

આ પણ વાંચો: Habeas Corpus Case : સ્ત્રીઓનો જન્મદર ઓછો હોવાથી સાટા પદ્ધતિ જેવા કુરિવાજને વેગ મળ્યો: HC

શું છે સમગ્ર મામલો - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો માત્ર બે દિવસના નવજાતની કસ્ટડી માટે થઈને હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. જેમાં બાળક માટે સરોગેટ માતાની રાખનાર માતા-પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી(Application in Gujarat High Court) કરી છે. સરોગેટ માતા તેના જેનેટિકલી મા-બાપને(Genetically Parents) કસ્ટડી આપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસતંત્ર મંજૂરી આપતા ન(Police not Allow) હોવાના કારણે આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ ના દરવાજે પહોંચ્યા છે.

પોલીસના વર્તનને લઈને ટીકા કરવામાં આવી - જે મામલે સુનાવણી બાદ હાઇકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ(Notice to State Government on bench of High Court) પાઠવી છે અને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આ નવજાત શિશુને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે. આ સાથે સાથે કોર્ટે પણ ટકોર કરી છે કે, નવજાત શિશુને પોતાના માતા-પિતાની કઈ રીતે દૂર રાખી શકાય? હવે શું જરા પણ માનવતા બચી નથી. એવા આકરા શબ્દોમાં પોલીસના વર્તનને લઈને ટીકા પણ કરવામાં આવી હતી.

પોલીસ સત્તાધીશો આ માટે તેને મંજૂરી આપતા નથી - આ સમગ્ર મામલે હાઇકોર્ટે અરજદારના વકીલની રજૂઆત હતી કે, બાળકના જન્મ માટે થઈને માતા-પિતાએ સરોગેટ માતા રાખવામાં આવી હતી, સરોગેટ માતા શિશુને જન્મ આપ્યો છે અને નવજાત શિશુની કસોટી તેના આનુવંશિક માતા-પિતાની સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ સતાધીશો આ માટે તેને મંજૂરી આપતા નથી. હકીકતમાં સરોગેટ માતા એક ક્રિમિનલ કેસ ના આધારે પોલીસ કસ્ટડીમાં હોવા થી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલી છે અને તે હાલ પોલીસ કસ્ટડીમાં છે જ્યારે બાળક હોસ્પિટલમાં છે, આ મામલે લઈને તેના માતા-પિતાને બાળકની કસ્ટડી આપવામાં આવે.

આ પણ વાંચો: હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ અરજી : પ્રેમિકાને પાછી મેળવવા માટે પ્રેમી ચડ્યો હાઇકોર્ટના દરવાજા

સરોગેટ માતા અને આનુવંશિક માતા-પિતા વચ્ચે એક કરાર - જોકે આ સમગ્ર મામલે કોર્ટે વકીલને એવો પણ સવાલ કર્યો હતો કે, નવજાત શિશુઓને માતાથી દુર કેવી રીતે રાખી શકાય? શું નવજાત શિશુને માતાનું દૂધ પીવડાવવું જરૂરી નથી? એના જવાબમાં વિસ્તારની રજૂઆત કરવામાં આવી હતી કે, સરોગેટ માતા અને આનુવંશિક માતા-પિતા વચ્ચે એક કરાર થયેલો છે જે મુજબ બાળકની કસ્ટડી તેમને આપવાની રહેશે. જોકે આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠે આ હેબિયર્સ કોપર્સ નો કેસ હોવાથી હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ કયા કેસ ચાલતા હોય તેની સામે આ કેસ રજુ કરવા માટે કહેવામાં આવ્યું છે, એક નવજાત શિશુને લઈને કેસ હોવાથી હાઈકોર્ટે આ સમગ્ર મામલે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને બાળકને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.