ETV Bharat / city

GUJCET 2022 Exam Form: 25 જાન્યુઆરીથી ભરી શકાશે ગુજકેટની પરીક્ષાનું ફોર્મ, ચૂકવવી પડશે 300 રૂપિયા ફી

ગુજકેટ માટેના ફોર્મ (GUJCET 2022 Exam Form) ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 25મી જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન આવેદનપત્ર ભરી શકશે. આ માટે 300 રૂપિયા પરીક્ષા ફી SBIમાં ભરવાની રહેશે.

GUJCET 2022 Exam Form: 25 જાન્યુઆરીથી ભરી શકાશે ગુજકેટની પરીક્ષાનું ફોર્મ, ચૂકવવી પડશે 300 રૂપિયા ફી
GUJCET 2022 Exam Form: 25 જાન્યુઆરીથી ભરી શકાશે ગુજકેટની પરીક્ષાનું ફોર્મ, ચૂકવવી પડશે 300 રૂપિયા ફી
author img

By

Published : Jan 21, 2022, 10:10 PM IST

અમદાવાદ: ગુજકેટ (Gujarat Common Entrance Test) એ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ (Admission in engineering and pharmacy 2022) મેળવવા માંગતા ઉમેદવારો માટે વાર્ષિક પ્રવેશ પરીક્ષા છે, જેના ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. 25 જાન્યુઆરીથી ગુજકેટ ફોર્મ ભરી શકાશે. સમગ્ર ફોર્મ ભરવાની પ્રોસેસ (GUJCET 2022 Form Filling Process) 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. Www.gseb.org સાઇટ પર ઓનલાઈન ફોર્મ (GUJCET 2022 Exam Form) ભરી શકાશે. જે બાદ ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે.

ગુજકેટ 2022ના ફોર્મ ભરવાની પ્રોસેસ થશે શરૂ

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary Higher Secondary Education Board)ના ઉપક્રમે 23મી એપ્રિલે લેવાનારી ગુજકેટ માટે વિદ્યાર્થીઓ 25મી જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન આવેદનપત્ર (Online application form for GUJCET) ભરી શકશે. પરીક્ષા ફી રૂપિયા 300 SBIમાં ભરવાની રહેશે. ગુજકેટની પરીક્ષા ફી (GUJCET Exam Fee) રૂપિયા 300 એસબીઆઈ ઈ-પે સિસ્ટમ (SBI e-Pay System) મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા તેમજ દેશની કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે.

આ પણ વાંચો: GTUના એન્જિનિયરિંગ શિક્ષકો હોસ્પિટલમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે

ઓનલાઇન આવેદન ભરવાની સૂચનાઓ વેબસાઇટ પર મૂકવામાં આવી

પરીક્ષા વિભાગના નાયબ શિક્ષણ નિયામક (Deputy director of education Gujarat)મહેશ મહેતાએ કહ્યું છે કે,‘ગુજકેટ-2019 માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ઓનલાઈન આવેદનપત્ર શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org, gujcet.gseb.org પર ઓનલાઈન કોઈ પણ વિદ્યાર્થી ભરી શકશે. ગુજકેટની પરીક્ષાની 2 વખત તારીખમાં ફેરફાર કરાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં ભાવનગરનો સંકેત દોશી પ્રથમ સ્થાને

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.