અમદાવાદ- ગુજરાતી ફિલ્મના અભિનેતા અને ગુજરાત કવિ, નાટય લેખક, નવકથાકાર અને જન્મભૂમિ અખબારના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરીન્દ્ર દવેના પુત્ર દીપકભાઈ દવેનું અમેરિકાના ન્યૂ યોર્કમાં હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. તેઓએ ન્યૂ યોર્કના ભારતીય વિદ્યાભવનની ઓફિસમાં અંતિમ શ્વાસ લીધી હતાં. દીપકભાઈ દવેના અવસાનથી ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના નિધન અંગે શોક જતાવી ટ્વીટ કર્યું હતું.
ગુજરાતી ફિલ્મ અને નાટકના કલાકાર દીપકભાઈ દવેનું ન્યૂ યોર્કમાં નિધન દીપકભાઈ દવે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવતાં હતાં. તેમ જ તેમનો અવાજ ખૂબ સરસ હતો, જેથી તેઓ ડબીંગ આર્ટિસ્ટ તરીકે પણ નામના ધરાવતાં હતાં. તેઓ અભિનેતાની સાથેસાથે કુશળ ડીરેક્ટર પણ હતાં. જાન્યુઆરી 2003થી તેઓ ભારતીય વિદ્યાભવન સાથે સંકળાયેલાં હતાં. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિનો પ્રચારનું કાર્ય કરે છે. ત્યાર બાદ તેમણે ભારતીય વિદ્યાભવન યુએસએમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું. વર્ષ 2008થી દીપકભાઈ દવેએ એક્ઝિક્યુટિવ ડીરેક્ટર પદ સંભાળ્યું હતું. 1998માં નાનો દીયરીયો લાડકોથી તેઓ ગુજરાત ફિલ્મમાં પ્રવેશ મેળવ્યો હતો.