ETV Bharat / city

કોરોના બાદ પ્રથમવાર Gujarat Vidyapith નો 67મો પદવીદાન સમારોહ 9 સ્થળે યોજાયો - Chancellor of Gujarat University Ilaben Patel

કોરોનાને કારણે શિક્ષણ ઉપર અસર પડી છે જેમાં યુનિવર્સિટીમાં થતાં પદવીદાન સમારોહ ક્યાં ઓનલાઇન તો ક્યાંક પાંખી હાજરી સાથે યોજાતો હતો. ત્યારે આજે ગૂજરાત વિદ્યાપીઠનો 67મો પદવીદાન (Gujarat Vidyapith Convocation) સમારોહ ઓફલાઈન યોજાયો હતો. જેમાં વિદ્યાપીઠના અલગ-અલગ કેમ્પસમાં એકસાથે જ પદવીદાન સમારોહ યોજાયો હતો.

કોરોના બાદ પ્રથમવાર Gujarat Vidyapith નો 67મો પદવીદાન સમારોહ 9 સ્થળે યોજાયો

author img

By

Published : Oct 18, 2021, 4:25 PM IST

  • ગૂજરાત વિદ્યાપીઠનો 67મો પદવીદાન સમારોહ યોજાયો
  • 1665 વિદ્યાર્થીઓને ઓનલાઇન ઓફલાઇન પદવી એનાયત કરાઈ
  • કોરોનાને ધ્યાને રાખીને કુલ નવ જગ્યા પદવી એનાયત કરાઈ
  • આ વર્ષે એક પણ વિદેશી વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી નહીં

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠમાં પદવીદાન સમારોહ (Gujarat Vidyapith Convocation) યોજાયો હતો. જેમાં કુલપતિ ઇલાબેન ભટ્ટ કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર પંકજ ચંદ્રા હાજર રહ્યાં હતાં. પદવીદાન સમારોહમાં ગૂજરાત વિદ્યાપીઠના ઓનલાઇન અને ઓફલાઇન એમ કુલ 1665 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને પદવી એનાયત કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાના કારણે પદવીદાન સમારોહ યોજાયો ન હતો જેથી આ વર્ષે બંને વર્ષના વિદ્યાર્થીઓને એકસાથે પદવી એનાયત કરવામાં આવી હતી.

વિદ્યાપીઠના અલગ-અલગ કેમ્પસમાં એકસાથે જ પદવીદાન સમારોહ યોજાયો

ઇલાબેન પટેલે આપ્યો સંદેશ

આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન પટેલે જણાવ્યું કે આજે આપણે અહીં અહિંસાની સાચી સમજ ઓળખીયે. આપણે અહીં તેના અભ્યાસને દરેક વિદ્યાશાખામાં જોડવાના છે સમાજ શાસ્ત્રમાં તો હિંસા સમજવાની છે પરંતુ વાણિજ્ય અને વિનિમય શાખામાં પણ હિંસા સમજવાની છે. ઇલાબેને દેશમાં ચાલી રહેલી હિંસાના માહોલની સમજ આપતા અહિંસાનો પાઠ (Gujarat Vidyapith Convocation) વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો.

આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ

આ પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠના (Gujarat Vidyapith Convocation) નિયમ અનુસાર તેમાં ભાગ લીધો અને પદવી પણ મેળવી હતી. હવે નવા વર્ષથી નવા વિદેશી વિદ્યાર્થીઓને ગૂજરાત વિદ્યાપીઠ પ્રવેશ આપશે.

આ પણ વાંચોઃ ગૂજરાત વિદ્યાપીઠમાં કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનું આત્મનિર્ભર મોડલ

આ પણ વાંચોઃ ગાંધી@150ઃ કાંતણથી કમ્પ્યુટરનો અભ્યાસ કરાવતી ગૂજરાત વિદ્યાપીઠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.