- ગુજરાત યુનિવર્સિટી નીતિ આયોગ સાથે MOU કર્યા
- એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે અને 30 બેઠક માટે જ પ્રવેશ આપવામાં આવશે
- 30,000 રૂપિયા એક સેમિસ્ટરની ફી રહેશે
અમદાવાદ- ગુજરાત યુનિવર્સિટીમાં આજે નીતિ આયોગ અને યુનિવર્સિટી વચ્ચે MOU થયો હતો. જેમાં નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ ગુપ્તા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુલપતિ, ઉપકુલતી સહિત અને લોકો હાજર રહ્યા હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા અને તેમની વચ્ચે આજે MOU થયો હતો.
આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ શરૂ થશે
આ MOU થવાના કારણે આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં કૃષિ સંલગ્ન કોર્સ શરૂ થશે. આ કોર્સ માટે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે અને 30 બેઠક માટે જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં 30,000 રૂપિયા એક સેમિસ્ટરની ફી રહેશે.
આ કોર્સ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે
આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને વધુ એક સિદ્ધિ મળી છે. નીતિ આયોગ સાથે MOU થતાં હવે યુનિવર્સિટીમાં અલગ જ પ્રકારનો કોર્સ ભણાવવામાં આવશે. આ કોર્સ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા જ રહેશે, જેમાં મેરીટ આધારે જ પ્રવેશ આપવામાં આવશે.