અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સેમેસ્ટર 1ની પરીક્ષા (Gujarat University Sem 1st Exams 2022) લેવાશે. પરીક્ષા માટે બે-ત્રણ દિવસમાં ફોર્મ ભરાવાના શરૂ કરવામાં આવશે. જે 31 જાન્યુઆરી સુધી (Gujarat University Exams News) પ્રક્રિયા ચાલશે. જે બાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે અને તેમાંં પહેલા ઓનલાઈન અને બાદમાં ઓફલાઇન પરીક્ષા લેવાશે.
પરીક્ષા એક મહિનો મોડી
કોરોનાને કારણે આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા મોડી શરુ થઈ હતી. જેથી પરીક્ષા પણ એક મહિનો મોડી યોજાઈ રહી છે. સેમેસ્ટર-1 ના (Gujarat University Sem 1st Exams 2022 ) વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં યોજાઈ જાય છે. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આ પરીક્ષા (Gujarat University Exams News) લેવામાં આવશે. પરીક્ષાને લઇને પરીક્ષા વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
એનરોલમેન્ટ નંબરની પ્રક્રિયા પૂર્ણ
વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ નંબરની પ્રક્રિયા (Gujarat University Exams News) અત્યારે પૂર્ણ થઈ છે. જે બાદ હોય બે દિવસમાં પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થશે. ત્યારે 31 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ (Gujarat University Sem 1st Exams 2022 ) આપવામાં આવશે. ઓનલાઇન વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓના ટ્રાયલ માટે મોક ટેસ્ટ લેવાશે. જે બાદ ફાઇનલ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. જે પૂર્ણ થતાં વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ બે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ યુનિ પાસે કરી મદદની આજીજી