- ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી છબરડા
- બી.કોમ.સેમ-5 ની પરીક્ષામાં પ્રશ્નો જ ગાયબ
- વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ
અમદાવાદઃ ગુજરાત યુનવર્સિટીની B.Com સેમેસ્ટર-5ની પરીક્ષા હાલ ચાલી રહી છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપી રહ્યા છે. અગાઉની પરીક્ષાઓની જેમ આ વખતે પણ યુનિવર્સિટીની બેદરકારી સામે આવી હતી. જેમા વિદ્યાર્થીઓ લોગ ઈન થયા ન હતા. તો કેટલાક વિદ્યાર્થીઓના પ્રશ્ન પત્ર માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મુશ્કેલી થઈ હતી, ત્યારે હવે ફરીથી વિદ્યાર્થીના ઓનલાઇન પ્રશ્નો જ ન હોતા તેવી મુશ્કેલી ઉભી થઇ હતી.
યુનિવર્સિટીની પરીક્ષામાં બેદરકારી
ગુજરાતી યુનિવર્સિટી પરીક્ષા B.Com સેમેસ્ટર 5ની સ્ટેટ્સ વિષયની ઓનલાઇન પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે 50 માર્કસના MCQ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા પરંતુ 8 પ્રશ્નો પ્રશ્નપત્રમાં હતા જ નહિ અને તેના A,B,C,D વિકલ્પ આપેલા હતા પરંતુ વિકલ્પમાં પણ કઈ લખ્યું ન હતુ. 50 માર્કસના પેપરમાં 42 જ પ્રશ્નોનો જ હતા. જે પ્રશ્નો ન હતા તેના વિકલ્પ પણ પસંદ કર્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષામાં એક વાર જ નહિ પરંતુ અગાઉ અનેક વખત આ રીતે ભુલ થઈ હતી. તેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડે છે. તો આ મામલે યુનિવર્સિટી દ્વારા તકેદારી રાખવામાં આવે તો વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.