ETV Bharat / city

દિવાળીમાં મુસાફરોને મુશ્કેલી ન પડે માટે ST નિગમે મૂકી 1,200 એક્સ્ટ્રા બસો, ચૂકવવું પડશે વધુ ભાડું

author img

By

Published : Oct 23, 2021, 4:02 PM IST

દિવાળી (Diwali) સમયે પોતાના વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે મુસાફરી માટે સૌથી વધુ ભાર ST વિભાગ (ST Department) પર પડતો હોય છે. લોકોને પણ વાહનોમાં ભીડ હોવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ST વિભાગે લોકોને મુશ્કેલી ન પડે તે માટે 1,200 એક્સ્ટ્રા બસ (Extra Bus) મુકી છે. જો કે એક્સ્ટ્રા બસમાં મુસાફરે સવા ઘણું ભાડું ચૂકવવું પડશે.

દિવાળીમાં મુસાફરોને મુશ્કેલી ન પડે માટે ST નિગમે મૂકી 1,200 એક્સ્ટ્રા બસો

  • દિવાળીમાં લઈને STની એક્સ્ટ્રા બસમાં મુસાફરોએ સવા ગણું ભાડું ચૂકવવું પડશે
  • અગાઉ દિવાળી સમયે બમણું ભાડું વસુલ કરવામાં આવતું હતું
  • કોરોનાના કારણે ગત વર્ષે સવા ઘણું ભાડું વસુલ કરવામાં આવ્યું હતું

અમદાવાદ: દિવાળી (Diwali)ના સમયે રાજ્યના ખૂણે-ખૂણેથી મોટા શહેરોમાં કામ કરવા આવતા લોકો પોતાના વતન જાય છે. દિવાળીમાં ST બસો (ST Bus)માં ભીડ જોવા મળે છે. આવા સમયે રાજ્ય માર્ગ પરિવહન નિગમ (State Road Transport Corporation) દ્વારા દર વર્ષે એક્સ્ટ્રા બસો (Extra Buses)નુ સંચાલન કરવામાં આવતું હોય છે. આ વખતે પણ રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા દિવાળીને ધ્યાનમાં લઈને 29 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન 1,200 એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે.

મુસાફરો, રત્ન કલાકારો અને મજૂર વર્ગે સવા ગણું ભાડું ચૂકવવું પડશે

જો કે રેગ્યુલર ચાલતી બસ ઉપરાંતની તહેવારો સમયની એક્સ્ટ્રા બસોમાં દિવાળીમાં માર્ગ પરિવહન નિગમ દ્વારા બમણું ભાડું વસૂલ કરાતુ હોય છે, પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીને જોતા સવા ઘણું ભાડું વસુલ કરવામાં આવ્યું હતું. એટલે કે જો રેગ્યુલર બસમાં 100 રૂપિયા ભાડુ હોય તો એક્સ્ટ્રા બસમાં 125 રૂપિયા ચૂકવવા પડે. આ વર્ષે પણ આ વ્યવસ્થાને ચાલું રાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે કે મધ્યમ વર્ગના મુસાફરો, રત્ન કલાકારો અને મજૂર વર્ગોએ ઝડપી પોતાના વતન જવા 25 ટકા ભાડા વધારાનો સામનો કરવો પડશે.

ખાનગી બસો બમણું ભાડું વસુલે છે

ST નિગમના અધિકારીનું કહેવું છે કે, દિવાળીના સમયે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ખુલ્લેઆમ લૂંટ કરતા હોય છે. તહેવારોમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ અને સુરતથી સૌરાષ્ટ્ર તરફ ટ્રાફિક હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે, પરત ફરતી વખતે તે બસ ખાલી હોય છે. આથી સવાગણું ભાડું વસુલ કરવામાં આવે છે, જે વ્યાજબી છે.

આ પણ વાંચો: ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ, ક્રિકેટ પ્રેમીઓ માટે રોમાંચ

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસકર્મીઓ માટે 5થી 10 કિમીની મેરેથોન દોડ યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.