ટાટા ટ્રસ્ટના 'ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ'માં ગુજરાત 6ઠ્ઠા ક્રમાંકે, ટોપ-5માં ભાજપશાસિત એક પણ રાજ્ય નહીં
ટાટા ટ્રસ્ટ દ્વારા 18 રાજ્યોમાં લોકતંત્રના ચાર પાયાનું મૂલ્યાંકન કરતો ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટનાં સર્વેમાં ગુજરાત છઠ્ઠા ક્રમાંકે આવ્યુ છે. ચોંકાવનારી બાબત એ છે કે, ટોપ-5 રાજ્યોમાં એક પણ ભાજપશાસિત રાજ્યનો સમાવેશ થતો નથી.
india justice report
By
Published : Feb 3, 2021, 9:17 AM IST
|
Updated : Feb 3, 2021, 9:45 AM IST
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં લોકતંત્રના ચાર પાયા પર 18 રાજ્યોમાં મૂલ્યાંકન
18 રાજ્યોમાં ન્યાયપાલિકાની લિસ્ટમાં ગુજરાત પ્રથમ પાંચમાં નહીં
ન્યાયપાલિકાને સુદ્રઢ કરવા ઈચ્છાશક્તિ જરૂરી હોવાના આક્ષેપો
અમદાવાદ: દેશનાં 18 રાજ્યોમાં ટાટા ટ્રસ્ટ દ્વારા કરાયેલા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટના સર્વેમાં ગુજરાતને 6ઠ્ઠો ક્રમાંક મળ્યો છે. બીજી તરફ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશનાં ટોપ-5 રાજ્યોમાં ભાજપ શાસિત એક પણ રાજ્યનો સમાવેશ થયો નથી. ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તાએ લોકતંત્રના ચાર પાયાનું મૂલ્યાંકન કરતા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ભાજપ શાસિત મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવ્યું છે.
જાન્યુઆરી મહિનાનાં અંતમાં રિપોર્ટ થયો હતો જાહેર
'ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ'માં ન્યાય પાલિકા-ન્યાય પ્રણાલીને મજબૂત કરવા માટે નાણાંની ફાળવણી, માનવ બળ, કામની વહેંચણી અને ન્યાયપાલિકાનાં સંસાધનો, ઇન્ફ્રાસ્ટ્રકચર જેવી બાબતો મુખ્ય છે. દેશના લોકતંત્રનાં મજબૂત ચાર પાયાઓમાં જસ્ટિસ ડિલિવરી, પોલીસ, જ્યુડિશરી, પ્રીઝન એન્ડ લીગલ એઈડ જેવી મહત્વપૂર્ણ બાબતોને દેશનાં 18 રાજ્યોની ઉપલબ્ધ સંપૂર્ણ માહિતી સાથે સરખાવીને માર્ક્સ આપવામાં આવ્યા હતા. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ જાન્યુઆરી મહિનાનાં અંતમા જાહેર કરવામાં આવ્યો હતો.
ટાટા ટ્રસ્ટનાં 'ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ'માં ગુજરાત 6ઠ્ઠા ક્રમાંકે
મૂલ્યાંકનમાં ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી જ ચિંતાજનકગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ માટે 18 રાજ્યોમાં જે સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં ગુજરાતનો ટોપ-5 રાજ્યોમાં પણ સમાવેશ થતો નથી. જસ્ટિસ ડિલિવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સહિતનાં માપદંડોના આધારે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના તારણો ચોંકાવનારા છે. ન્યાય પાલિકાથી ઉપલબ્ધ સાધનો, કર્મચારીઓની સંખ્યા અને સમગ્ર કામગીરીના માપદંડોના આધારે મૂલ્યાંકનમાં ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક છે.નાગરિકોને ન્યાય સમયસર આપવામાં ઈચ્છાશક્તિનો અભાવઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના ટોપ પાંચ રાજયોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી તે બતાવે છે કે 25 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારમાં નાગરિકોને ન્યાય સમયસર મળે તે માટે ન્યાયપાલિકા સુધારણા અને આધુનિકરણ પાછળ ઇચ્છાશક્તિનો સદંતર અભાવ જોવા મળે છે. જેના પરિણામે લાખો નાગરિકો પરેશાનીઓનો ભોગ બનતા હોય છે. વિલંબથી મળતા ન્યાયને એક રીતે અન્યાય પણ કહી શકાય છે. ત્યારે ભાજપનાં શાસકોને ન્યાયપાલિકા માટે જરૂરી સંશોધનો અને જરૂરી ન્યાય આપવાની કામગીરી માટે નાણાંકીય સ્રોત પૂરા પાડવાની હકીકતો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ખુલી પડી ગઈ છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટનાં અહેવાલોએ રાજ્યનાં મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર અને તેમની કાર્યપદ્ધતિની પોલ ખોલી નાંખી છે.ટોપ-5માં સ્થાન મેળવનાર રાજ્યો
રાજ્ય
માર્ક્સ
ક્રમાંક(2020)
ક્રમાંક(2019)
મહારાષ્ટ્ર
5.77
01
01
તમિલનાડુ
5.73
02
03
તેલંગણા
5.64
03
11
પંજાબ
5.41
04
04
કેરળ
5.36
05