અમદાવાદ : રાજ્યભરમાં ભારે મેઘમહેર જોવા (Rain in Ahmedabad) મળી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ સતત વરસાદના કારણે શહેરીજનોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું ગયું છે.શહેરના મોટભાગના વિસ્તારમાં બોટમાં ફેરવાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધમાકેદાર બેટિંગથી શહેરમાં પાણી પાણી જોવા મળ્યું રહ્યું છે. શહેરના ઘણા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકો (Moonsoon Gujarat 2022) ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. શહેરના મુખ્ય રોડ પર (Gujarat Rain Update) ઢીંચણસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ - અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પશ્ચિમઝોનમાં 11 ઇંચ ખાબક્યો હતો. જેમાં ટાગોર હોલ 18 ઈંચ, ઉસ્માનપુરા 14 ઈંચ વરસાદ, ચાંદખેડા 3 ઈંચ, રાણીપમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં ચકુડિયા 8 ઈંચ, ઓઢવ 6 ઈંચ, વિરાટનગર 7 ઈંચ, નિકોલ 5 ઈંચ, રામોલ 4 ઈંચ કઠવાડા 5 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો : નવસારી ઔરંગા નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા, લો લેવલ પુલ પાણીમાં ગરકાવ
ઉત્તર પશ્ચિમ ઝોનમાં વરસાદ - બોડકદેવમાં 13 ઈંચ, સાયન્સ સિટીમાં 7 ઈંચ, ગોતામાં 9 ઈંચ વરસાદ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ, જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાંની વાત કરવામાં આવે તો સરખેજ 10 ઈંચ, જોધપુર સાડા 11 ઈંચ, બોપાલમાં 11 ઈંચ, મકતમપુરા 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મધ્યઝોનમાં કોર્પોરેશન (Moonsoon Gujarat 2022) ઓફિસ દાણાપીઠ અને દુધેશ્વર 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં બારે મેઘ ખાંગા: ગોમતીપુર પોલીસ સ્ટેશનથી ફાયર બ્રિગેડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ
ઉત્તર ઝોનમાં વરસાદ - ઉત્તરઝોનના છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં મેમકો 5 ઈંચ, નરોડા 5 ઈંચ, કોતરપુર 8 ઈંચ વરસાદ જ્યારે મણિનગર 11 ઈંચ અને વટવામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને સમગ્ર શહેર જાણે બોટમાં ફેરવાઈ (Gujarat Weather Prediction) ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે શાળા કોલેજ બંધ રાખવા તેમજ કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.