- રાજ્યમાં દારૂબંધી હટાવવા મુદ્દે રાજકારણ ગરમાયું
- કોંગ્રેસની સરકાર આવે તો દારૂબંધી હટી શકે છે
- કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું પરોક્ષ નિવેદન
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને હવે માત્ર એક વર્ષની વાર છે. ત્યારે કોંગ્રેસના દારૂબંધી અંગેના નિવેદનથી રાજ્યમાં ફરી રાજકારણ ગરમાઈ (Gujarat Politics on Alcohol) ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર (Gujarat Congress on Alcohol) આવશે તો દારૂબંધી હટાવવા મુદ્દે પરોક્ષ રીતે જણાવ્યું હતું. ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી (Tussle between BJP and Congress) જોવા મળી હતી. બીજી તરફ ભરતસિંહના આ નિવેદન અંગે કોંગ્રેસે છેડો ફાડતા કહ્યું હતું કે, આ ભરતસિંહ સોલંકીનું અંગત નિવેદન છે, કોંગ્રેસનું નહીં. આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela on alcoholism) પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાંથી દારૂબંધી હટાવી (Prohibition of alcohol in Gujarat) દેવી જોઈએ.
મહિલાઓ મંજૂરી આપે તો દારૂબંધી હટાવવી જોઈએઃ ભરતસિંહ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ (Congress leader Bharatsinh Solanki on alcohol ban) જણાવ્યું હતું કે, રાજ્યમાં ગેરકાયદેસર રીતે સરકારની દેખરેખ હેઠળ જ દારૂ વેચાય છે. તો રાજ્યમાં દારૂબંધી હટવી જોઈએ કે નહીં તે અંગેનો નિર્ણય ગુજરાતની પ્રજા કરશે. તેમ જ જો રાજ્યની મહિલાઓ મંજૂરી આપે તો દારૂબંધી હટાવવી જોઈએ.
આ પણ વાંચો- Alcohol seized from Ambaji: કારચાલક દારૂ ભરેલી કાર મૂકી ફરાર, ચૂંટણી પહેલા દારૂ પકડાતા ચકચાર
ખૂલ્લેઆમ વેચાતો દારૂ સરકારની નજરમાં કેમ નથી આવતોઃ શૈલેષ પરમાર
તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે (Congress MLA Shailesh Parmar on alcohol ban) જણાવ્યું હતું કે, દારૂબંધી તો ફક્ત એક દેખાડો છે. રાજ્યમાં દારૂબંધી છતા દારૂ વેચાય (Allegedly selling alcohol openly in the state) છે તેમ જ પુષ્કળ પ્રમાણમાં દારૂ પકડાઈ પણ રહ્યો છે. ત્યારે સરકારને આ નજરમાં કેમ નથી આવતું.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી રહેશે જઃ રાજેન્દ્ર ત્રિવેદી
તો આ તરફ રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ભરતસિંહના નિવેદન (State Government on Bharatsinh Solanki) પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ ગાંધીનું ગુજરાત છે અને અહીં હંમેશા દારૂબંધી રહેશે જ અને ભરતસિંહ સોલંકી દારૂ પીવે છે કે નહીં એ મને નથી ખબર.