ETV Bharat / city

રાજ્યમાં એકસાથે આટલી જગ્યા પર નગરચર્યાએ નીકળશે જગતના નાથ, પોલીસની રહેશે ચાંપતી નજર - Use of paramotor in rathyatra

સમગ્ર રાજ્યમાં અષાઢી બીજ (1 જુલાઈ)ના દિવસે 180 જગ્યાએ રથયાત્રા (Various Rathyatra in Gujarat) નીકળશે. આ તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થઈ જાય તે માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન (Gujarat Police Action Plan) પણ ઘડી નાખ્યો છે.

રાજ્યમાં એકસાથે આટલી જગ્યા પર નગરચર્યાએ નીકળશે જગતના નાથ, પોલીસની રહેશે ચાંપતી નજર

author img

By

Published : Jun 28, 2022, 9:24 AM IST

Updated : Jun 28, 2022, 11:28 AM IST

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અષાઢી બીજના (1 જુલાઈ) દિવસે એક, બે નહીં પરંતુ 180 જગ્યાએ રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. રથયાત્રામાં બંદોબસ્ત માટે બહારથી 25 પેરામિલિટરી ફોર્સ (Paramilitary Force Company in Rathyatra) પણ બોલાવવામાં આવી છે. આ બધી જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે ગુજરાત પોલીસે એકશન પ્લાન (Gujarat Police Action Plan) બનાવ્યો છે. તો ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia) અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

સૌથી મોટી રથયાત્રા અમદાવાદની

સૌથી મોટી રથયાત્રા અમદાવાદની - અમદાવાદની રથયાત્રા 19 કિલોમીટર રૂટની (Ahmedabad Rathyatra 2022) છે અને તેમાં 10 લાખ લોકો ભાગ લેશે. ત્યારબાદ ભાવનગરની રથયાત્રા પણ 17 કિલોમીટરની છે, જેમાં એક લાખ લોકો ભાગ લેશે. ત્યારે રાજ્યના 16 જિલ્લામાં 10,000થી વધુ લોકો સાથેની રથયાત્રા યોજવવાની છે. જોકે, ગયા વર્ષે રાજ્યમાં 59 રથયાત્રા ભક્તો વગર નિયમિત રૂટ પર નિકાળવામાં આવી હતી. જ્યારે હવે 2 વર્ષ પછી રથયાત્રા નીકળે છે ત્યારે 2019માં જે પ્રકારે પોલીસ બંદોબસ્ત હતો. તે મુજબ આ વર્ષે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

પહેલી વાર થશે પેરા મોટરનો ઉપયોગ
પહેલી વાર થશે પેરા મોટરનો ઉપયોગ

આ પણ વાંચો- Bhagvan Jagannath Rathyatra : મંદિર ટ્રસ્ટી સાથેની ખાસ વાતચીતમાં જાણો આ રથયાત્રાનું અવનવું

25 પેરામિલિટરી ફોર્સ કંપની બહારથી બોલાવાઈ - જ્યારે રાજ્યના DGP આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia) જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યમાં 25 પેરામિલિટરી ફોર્સની કંપની (Paramilitary Force Company in Rathyatra) બહારથી બંદોબસ્તમાં આવી છે. તેમાંથી 22 કંપની અમદાવાદના રથયાત્રાના (Ahmedabad Rathyatra 2022) બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત અમદાવાદના બંદોબસ્ત માટે અમદાવાદ બહારથી 4 DIG અને IG, 20 SP, 60 DySP, 150 PI, 300 PSI, 2000 પોલીસકર્મીઓ, 21 SRP કંપની બોલાવવામાં આવી છે.

પહેલી વખત પેરા મોટરનો થશે ઉપયોગ
પહેલી વખત પેરા મોટરનો થશે ઉપયોગ

આ પણ વાંચો- 145th Rathyatra in Ahmedabad : રથયાત્રામાં પ્રથમવાર હેલિકોપ્ટર દ્વારા નિરીક્ષણ, વપરાશ કોનો થશે જાણો

ત્રિનેત્ર કન્ટ્રોલ રૂમમાં થશે મોનિટરીંગ - DGPએ વધુમાં (DGP Ashish Bhatia) ઉમેર્યું હતું કે, આ ઉપરાંત ડ્રોન કેમેરા, બોડી ઓન કેમેરા તથા સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઈમ અને CID ક્રાઈમમાં આવેલી સાયબરની ટીમ નજર રાખશે. તમામ કેમેરા ગાંધીનગર આવેલા ત્રિનેત્ર કન્ટ્રોલ રૂમમાં દેખાશે, જ્યાંથી રથયાત્રાનું મોનિટરીંગ (Monitoring of rathyatra in Trinetra control room) કરવામાં આવશે. આ ઉપરાંત અધિકારીઓ સાથે રેગ્યૂલર બ્રિફિંગ પણ ચાલુ છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસે તમામ પ્રયાસો કર્યા છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર રથયાત્રામાં પેરામોટરનો ઉપયોગ (Use of paramotor in rathyatra) કરવામાં આવશે. આ પેરામોટરથી સમગ્ર રથયાત્રામાં નજર રાખવામાં આવશે અને કોઈ પણ ગેરપ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો તરત જ જાણ કરવામાં આવશે.

Last Updated : Jun 28, 2022, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.