ETV Bharat / city

ગુજરાત NCC દ્વારા લોકોને મતદાનના હક વિશે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાત NCC દ્વારા કેડેટમાં અને તેમના દ્વારા અન્ય લોકોમાં વોટિંગના બંધારણીય હક (Constitutional right to vote) વિશે માહિતી આપવા 'એક મેં સો કે લિયે' ના સાતમા ફેઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) આર.કે.પટેલ અને NCCના મેજર જનરલ અરવિંદ કપૂર (Major General of NCC) ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat NCC
Gujarat NCCGujarat NCC
author img

By

Published : Nov 13, 2021, 12:09 PM IST

  • મતદાર યાદીમાં નામ ઉમેરવાની કામગીરી
  • આ મહિનામાં ચાર દિવસ ફાળવાયા
  • યુવાઓને સમાવવા ઝુંબેશ

અમદાવાદ: ગુજરાત NCC (Gujarat) દ્વારા કેડેટમાં અને તેમના દ્વારા અન્ય લોકોમાં વોટિંગના બંધારણીય હક (Constitutional right to vote) વિશે માહિતી આપવા 'એક મેં સો કે લિયે' ના સાતમા ફેઝના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) આર.કે પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નવેમ્બર મહિનામાં 14, 21, 27 અને 28 તારીખે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સવારે 1થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન મથકે બૂથ લેવલના અધિકારી પાસે સુધારણા કરવા જે- તે સંલગ્ન ફોર્મ ભરીને તેની સેવા મેળવી શકાય છે. આ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા પણ ઉપલબ્દ્ધ છે.

ગુજરાત NCC દ્વારા લોકોમાં વોટિંગના બંધારણીય હક વિશે માહિતી આપવા કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યપ્રધાન પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે: નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ

કોવિડ કાળમાં ઓનલાઈન સેવાનો લાભ લેતા નાગરિકો

મતદાર યાદીમાં સુધારણા ઓનલાઇન પણ થઈ શકે છે. આ માટે 'નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ' પર ઓનલાઈન અરજી કરી શકાય છે. મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) એ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ફિઝિકલની જગ્યાએ ઓનલાઇન નોંધણી કરાવતા મતદારોની સંખ્યા વધુ છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં સાત લાખ નવા મતદારો નોંધાયા છે. જેમાંથી 75 ટકા ઓનલાઇન નોંધાયા છે.

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

એક NCC કેડેટ સો લોકોને શીખવાડે છે

મેજર જનરલ (Major General of NCC) અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનામાં NCCએ 8 જેટલા લક્ષ્યાંક નક્કી કર્યા છે. ગુજરાત NCCનું દેશમાં શ્રેષ્ઠ સ્થાન હોવું જોઈએ. આ કાર્યક્રમમાં 18 વર્ષ અને તેના ઉપરના NCC કેડેટનું મતદારયાદીમાં રજિસ્ટ્રેશન થશે. સાથે જ દરેક કેડેટ પોતાના પરિવાર અને આસપાસના લોકોને આ કાર્યમાં મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.