અમદાવાદ - ગુજરાત રાજ્યમાં હાલ શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે(politics got heated over education system). ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણના મુદ્દાને લઈને એક બાદ એક નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં ભાજપના પ્રવક્તા અને ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ એક નિવેદન(Statement by Education Minister Jitu Waghani) આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પસંદ નથી તેઓ અન્ય દેશ કે રાજ્ય માં જઈ શકે છે જેને લઇને એક મોટો વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે.
કેજરીવાલે ટ્વીટ કરી આપી માહિતી - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કથળી રહેલી શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા અને તમામ પક્ષોને સાથે લઈને આપ સરકાર દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે. ગુજરાતમાં 27 વર્ષમાં પણ ભાજપ સારું શિક્ષણ આપી શકી નથી. ભાજપના લોકો પણ ગુજરાતના કથળતા શિક્ષણ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પક્ષપાતથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સરકારી શાળાઓનું નિરીક્ષણ કરશે.
-
भाजपा के लोग भी गुजरात की चरमराती शिक्षा पर प्रश्न उठा रहे। पार्टी लाइन से ऊपर उठकर गुजरात में अच्छी शिक्षा के लिए आवाज़ उठने लगी है। 27 साल में भाजपा अच्छी शिक्षा नहीं दे पायी। गुजरात के लोगों और सभी पार्टियों को साथ लेकर “आप” सरकार गुजरात में भी दिल्ली की तरह अच्छी शिक्षा देगी https://t.co/v9G4OhKcbh
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">भाजपा के लोग भी गुजरात की चरमराती शिक्षा पर प्रश्न उठा रहे। पार्टी लाइन से ऊपर उठकर गुजरात में अच्छी शिक्षा के लिए आवाज़ उठने लगी है। 27 साल में भाजपा अच्छी शिक्षा नहीं दे पायी। गुजरात के लोगों और सभी पार्टियों को साथ लेकर “आप” सरकार गुजरात में भी दिल्ली की तरह अच्छी शिक्षा देगी https://t.co/v9G4OhKcbh
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 10, 2022भाजपा के लोग भी गुजरात की चरमराती शिक्षा पर प्रश्न उठा रहे। पार्टी लाइन से ऊपर उठकर गुजरात में अच्छी शिक्षा के लिए आवाज़ उठने लगी है। 27 साल में भाजपा अच्छी शिक्षा नहीं दे पायी। गुजरात के लोगों और सभी पार्टियों को साथ लेकर “आप” सरकार गुजरात में भी दिल्ली की तरह अच्छी शिक्षा देगी https://t.co/v9G4OhKcbh
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 10, 2022
આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ગુજરાત શિક્ષણ વ્યવસ્થા મુદ્દે ભાજપ પર કર્યા પ્રહારો
ગુજરાતની મુલાકાતે મનિષ સિસોદિયા - દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા આવતીકાલે ગુજરાતની સરકારી સ્કુલોની મુલાકાત લેવા આવી રહ્યા છે, ત્યારે તેઓએ ગત શુક્રવારે પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાતના શિક્ષણપ્રધાનના નિવેદનની નિંદા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલ ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે અને ગુજરાતની જનતા શિક્ષણ વ્યવસ્થા સુધારવાની સતત માંગણી કરી રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કુલોની મુલાકાત લેશે અને પોતે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો હિસાબ લેશે અને દેશને ગુજરાતની જનતા સમક્ષ મૂકવાના છે. ભાજપે ગુજરાતની સ્કૂલોમાં સારું કામ કર્યું નથી તો આમ આદમી પાર્ટી તેને ગુજરાતની જનતા સુધી લઈ જશે ગુજરાતમાં યુવાનો સારું શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જે થઈ શકે છે.
આ પણ વાંચો - અમદાવાદ: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનો 6 ફેબ્રુઆરીએ ભવ્ય રોડ શો