ETV Bharat / city

ગુજરાતની એક માત્ર તમિલ સ્કૂલના વિદ્યાર્થીઓએ LC ન સ્વીકાર્યા - અમદાવાદ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની ગુજરાતની એક માત્ર તામિલ ભાષાની શાળાને બંધ કરવાના મામલે સર્જાયેલો વિવાદ વકરતો જાય છે. શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બંધ કરાયેલી તામિલ ભાષાની શાળાના વિદ્યાર્થીઓએ સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

ગુજરાતની એક માત્ર તમિલ સ્કૂલના વિદ્યાર્થીઓએ LC ન સ્વીકાર્યા

author img

By

Published : Sep 24, 2020, 3:03 AM IST

અમદાવાદઃ વિદ્યાર્થીઓએ સાથોસાથ જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ સામે દેખાવો કર્યો હતો. બાદમાં DEOના પ્રતિનિધિને પોતાની વિતક કથા રજૂ કરી હતી. બીજી તરફ શાળાના ટ્રસ્ટીએ આ શાળાને અંગ્રેજી માધ્યમની શાળામાં ટ્રાન્સફર કરવા દરખાસ્ત કરી હોવાનું ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશને જણાવ્યું છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશનના પ્રમુખ જયોર્જ ડાયસ, કાલીઅપ્પન મુદલિયારે જણાવ્યું છે કે એક તરફ PM સ્થાનિક ભાષા પર ભાર મૂકે છ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ નવી શિક્ષણ નીતિ સ્થાનિક ભાષા ઉપર ભાર મુકી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રહેતાં તમિલ પરિવારના બાળકો માટે એક માત્ર તમિલ ભાષાની શાળા બંધ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

શિક્ષણ વિભાગે ડીઇઓ મારફતે તમિલ ભાષાના આ બાળકોને બુધવારે સવારે 9થી 12 વાગ્યા સુધી ખોખરા વિસ્તારની અમદાવાદ તમિલ શાળા ખાતે આવવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ આ શાળામાં ભણતા તમિલભાષી વિદ્યાર્થીઓ/વાલીઓ LC સ્વીકાર્યા ન હતા. કારણ કે તેમની પાસે તમિલ ભાષાની બીજી કોઇ શાળાનો વિકલ્પ નથી.

જો તેઓ એલ.સી. લઇ લે તો તેમના બાળકોનું શિક્ષણ જે તમિલ ભાષામાં અપાય છે તે શિક્ષણથી વંચિત રહેવું પડશે તેવી રજૂઆત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઘટ છે. છતાં આ શાળાઓ ચાલી રહી છે. તો તામિલ ભાષાની શાળા સાથે અન્યાય અને ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ શાળાના વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જગ્યાએ તેમને એલ.સી. પકડાવીને તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે. .જેથી આ શાળાને અંગ્રેજી માધ્યમમાં ટ્રાન્સફર કરવા માટે સંયુક્ત શિક્ષણ સચિવ સમક્ષ દરખાસ્ત કરી છે. આ અંગે આવતીકાલે ગુરુવારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત કરવા જવાનો કાર્યક્રમ રાખ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.