ETV Bharat / city

Gujarat High Court Undertaking : હાઇકોર્ટે દીકરાને કહ્યું 90 વર્ષની માતાની સંભાળ રાખશો તેનું અન્ડરટેકિંગ રજૂ કરો - ગુજરાત હાઇકોર્ટ અન્ડરટેકિંગ

અમદાવાદના 89 વર્ષના માતાએ તેમનો પુત્ર શાંતિથી રહેવા ન દેતો હોવાની ફરિયાદ કલેકટર પાસે કરતા કલેક્ટરે પુત્રને ઘર ખાલી કરી દેવા આદેશ (maintenance of welfare of parents and senior citizen act 2007) કર્યો હતો. આ સામે પુત્રએ કોર્ટ સમક્ષ અરજી કરતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. દીકરાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે 1982થી તે માતા-પિતાની સાથે રહે છે. ત્રણ ભાઈઓ અને બે બહેનોમાંથી તે એકલો આજદિન સુધી માતા જોડે રહી રહ્યો છે. બંને પક્ષોની રજુઆતો સાંભળ્યા બાદ કોર્ટે પુત્રને માતાની સંભાળ રાખશે તે માટેનું અન્ડરટેકિંગ કોર્ટ (Gujarat High Court Undertaking) સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.

Gujarat High Court Undertaking : હાઇકોર્ટે દીકરાને કહ્યું 90 વર્ષની માતાની સંભાળ રાખશો તેનું અન્ડરટેકિંગ રજૂ કરો

author img

By

Published : Dec 16, 2021, 8:11 PM IST

અમદાવાદઃ અમદાવાદના એક વૃદ્ધાએ કલેકટરને અરજી કરી હતી કે તેમનો પુત્ર તેમની સાથે અવારનવાર ઝઘડો કરી શાબ્દિક બોલાચાલી કરે છે. દીકરો માતાની શાંતિથી રહેવા ન દેતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. વૃદ્ધાએ કલેકટરને ફરિયાદ કરી હતી કે દીકરાના ઘરમાં રહેવાથી વૃદ્ધાને શાંતિ મળી શકે તેમ નથી. આ સામે કલેકટરે maintenance of welfare of parents and senior citizen act 2007 અંતર્ગત દીકરાને ઘર ખાલી કરી દેવા આદેશ કર્યો હતો જેને દીકરાએ હાઈકોર્ટમાં પડકાર (Gujarat High Court Undertaking) આપ્યો હતો.

વૃદ્ધાનો પક્ષ મુકતા એડવોકેટે કોર્ટમાં કરી રજૂઆત

વૃદ્ધાનો કોર્ટમાં પક્ષ મુકતા એડવોકેટ જીગર ગઢવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે દીકરો અવારનવાર શાબ્દિક બોલાચાલીથી માતાને પરેશાન કરે છે. દીકરાની માગણી છે કે પ્રોપર્ટી તેના નામ કરી દેવામાં આવે. પણ માતાએ તે ન કરતા દીકરો અવારનવાર માતા સાથે કંકાસ કરે છે. તેથી માતાએ કલેક્ટર સામે (maintenance of welfare of parents and senior citizen act 2007) રજૂઆત કરવી પડી છે. માતાએ કલેકટરને રજૂઆત કરી હતી કે તેમનો પુત્ર તેમને ઘરે પ્રવેશ આપી રહ્યો નથી. પુત્રએ માતાની મારી સાથે રહેવું હોય તો મારા શરતો પર રહેવું તેવી ધમકીઓ પણ આપી છે.

પુત્ર વતી વકીલે કોર્ટ સમક્ષ કરી રજૂઆત

પુત્રવતી કોર્ટમાં પક્ષ મૂકનારા વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 90 વર્ષના વૃદ્ધા પોતે કલેક્ટર પાસે જઈને (maintenance of welfare of parents and senior citizen act 2007) અરજી કરી શકે એટલી તેમની સ્થિતિ નથી. પરંતુ અન્ય ભાઈબહેનના માતાને ચઢાવવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ક્યારેય મારા માતાપિતાની દરકાર લીધી નથી. 1982 હું તેમની સાથે રહું છું. મારા પિતાના અવસાન દરમિયાન પણ તેમના અંતિમ સંસ્કારની વિધિઓ દરમિયાન હું હાજર રહ્યો છું. પિતાના ગુજરી ગયા બાદ પણ આજે ઘરે મારા માતા સાથે હું જ રહી રહ્યો છું. માતાના ઘર સિવાય હાલ મારી પાસે બીજું કોઈ ઘર પણ નથી.

કોર્ટે દીકરાને અન્ડરટેકિંગ રજૂ કરવા આદેશ કર્યો

જસ્ટિસ સંગીતા કે વિશેને બંને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ નોંધ્યું હતું કે દીકરો જ આટલા વર્ષ સુધી ઘરે રહ્યો છે અને તે ઘરનો સભ્ય છે બહારની વ્યક્તિ નથી. આ સાથે જ તે અન્ડરટેકિંગ રેકોર્ડ (Gujarat High Court Undertaking) ઉપર આપવા રાજી છે તેથી તેને એક મોકો આપવો જોઈએ. આવતા મંગળવારે દીકરાને અન્ડરટેકિંગ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ છ મહિના સુધી દીકરાના માતા સાથેનો વ્યવહાર કેવો છે તેની ઉપર નિરીક્ષણ (maintenance of welfare of parents and senior citizen act 2007) રાખવામાં આવશે.

શું કહે છે એડવોકેટ જીગર ગઢવી?

માતાનો હાઇકોર્ટ સમક્ષ પક્ષ મૂકનારા એડવોકેટ જીગર ગઢવીએ ETV ભારતને જણાવ્યું હતું કે દીકરો માતાને રાખશે તે માટેનું અન્ડરટેકિંગ ફાઇલ કરવા કોર્ટે દીકરાને 21 ડિસેમ્બરનો સમય આપ્યો છે. હાલ માતા તેમની ડિવોર્સી દીકરી સાથે અન્ય સ્થળે રહે છે. આ સામે કોર્ટે સમાધાનકારી વલણ અપનાવવા તરફ (maintenance of welfare of parents and senior citizen act 2007) નિર્દેશ કર્યો હતો. કોર્ટે દીકરાને અન્ડરટેકિંગ (Gujarat High Court Undertaking) રજૂ કરવા આદેશ કર્યો છે. અન્ડરટેકિંગની ફાઈલ એટલે એક રીતનું બાહેંધરીપત્ર કે જેમાં દીકરો તેની માતાને સારી રીતે સારસંભાળ કરશે તેવી બાહેંધરી આપી હોય છે.

આ પણ વાંચોઃ Sabarmati river pollution:AMCએ ટેકસટાઇલ યુનિટોની લીધેલા સેમ્પલ ફેઈલ, પૂર્વ વિપક્ષ નેતાએ શાસક પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચોઃ Non Veg Cart In Ahmedabad: હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ પિટિશનરને કોર્પોરેશને લારીઓ પરત ન કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.