- ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયો મહત્વપૂર્ણ ચુકાદો
- અનામત કેટેગરીમાં આવતી મહિલાને એના માર્ક્સ મુજબ પોસ્ટ આપો
- વર્ષ 2019માં લેવાયેલી પરીક્ષામાં મહિલા સાથે થયો હતો અન્યાય
અમદાવાદ: વર્ષ 2019 માં લેવાયેલી GPSCની પરીક્ષાના વિવાદ સામે આજે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે અનામત કેટેગરીમાં આવતી મહિલાને તેમના પાસીંગ માર્ક મુજબ પોસ્ટ મળે તેવો આદેશ કર્યો હતો.
આદેશમાં કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
અનામત કેટેગરીમાં આવતી મહિલાને એના માર્ક્સ મુજબ પોસ્ટ મળે એવો હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આદેશમાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અનામત રાખવામાં આવતા મેરિટવાળા ઉમેદવારને માત્ર અનામત કેટેગરીમાં હોવાના કારણસર બાકાત કરી શકાય નહીં. હાઈકોર્ટે GPSCને હુકમ કર્યો હતો કે, SC કેટેગરીમાં આવતી મહિલા માટે 2 અઠવાડિયામાં DySPની પોસ્ટ માટે ભલામણ કરવામાં આવે.
શું હતી અરજદારની રજૂઆત?
હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે મહિલાને તાત્કાલિક DySPની અપોઇન્ટમેન્ટ આપવામાં આવે. જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીની મહિલાને DySPની પોસ્ટ આપી છે. એ બેનિફિટ પણ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વધુમાં SC કેટેગરીમાં આવતા ઉમેદવારે પરીક્ષામાં કટ ઓફ માર્ક કરતાં પણ વધુ માર્કસ મેળવ્યા હોવા છતાં તેણીને પસંદગી મુજબ DySPની પોસ્ટ ન મળી હોવાથી અરજદારના વકીલે રજૂઆત કરી હતી. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારના ગુણ ઓછા હોવા છતાંય તેમને DySPની પોસ્ટ આપવામાં આવતા હાઈકોર્ટમાં અરજી કરી હતી.