ETV Bharat / city

Gujarat High Court On Bail Application: હાઈકોર્ટે લગ્નમાં દીકરી પિતાના આશીર્વાદ મેળવી શકે તે માટેનો માર્ગ મોકળો કરી આપ્યો - નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો અધિનિયમ

કચ્છના માંડવીમાં 29 જુલાઈ 2021માં અંદાજીત 300 કિલો હેરોઈન (heroin seized at mandvi) પકડાયું હતું, જેમાં ઝડપાયેલા આરોપીની દીકરીની સગાઈ હોવાથી દીકરીએ સગાઈમાં પિતા હાજર રહી શકે તે માટે કોર્ટમાં જામીન અરજી (bail application in gujarat court) કરી હતી. જામીન માટે 1 લાખ રૂપિયા (amount for bail in gujarat)ની રકમ ભરવાની થતી હતી. કોર્ટે દીકરીને સમજાવતા કહ્યું (Gujarat High Court On Bail Application) કે, સગાઈ કરતા નિકાહ વધારે મહત્વનો પ્રસંગ છે અને ત્યારે પિતાની હાજરીની જરૂર પડશે, જેથી ત્યારે જામીન લેવા.

Gujarat High Court On Bail Application: હાઈકોર્ટે લગ્નમાં દીકરી પિતાના આશીર્વાદ મેળવી શકે તે માટે માર્ગ મોકળો કરી આપ્યો

author img

By

Published : Dec 14, 2021, 8:33 PM IST

  • જામીન માટે એક લાખ રૂપિયાની રકમ ભરવાની થતી હતી
  • જામીન માટેના પૈસા ન હોવાથી હાઇકોર્ટે દીકરીને સમજાવી
  • સગાઈ કરતા નિકાહ વધારે મહત્વના હોવાથી ત્યારે જામીન લેવા કહ્યું

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આજે એક સુનાવણી દરમિયાન હાઇકોર્ટ માટે માનવતા કેટલી હદે પ્રધાન્યતા ધરાવે છે તેની ઝલક જોવા મળી હતી. નાર્કોટિક્સના કેસ (narcotics cases in gujarat)માં જેલમાં ધકેલાયેલા પિતાની દીકરીએ પોતાની સગાઈમાં પિતાની ઉપસ્થિતિ રહે તે માટે કોર્ટમાં જામીન અરજી (bail application in gujarat court) કરી હતી. આ રકમ 1 લાખ જેટલી થવા જાય તેમ હતી.

કોર્ટે દીકરીને સમજાવી

આરોપીની દીકરી પાસે માતબર રકમ (amount for bail in gujarat) ચૂકવવાની વ્યવસ્થા ન હોઇ કોર્ટે દીકરીને સમજણ પુરી પાડી હતી કે સગાઈ બાદ નિકાહમાં પિતાની હાજરીની વધુ જરૂરિયાત ઊભી થશે. નિકાહનો દિવસ જીવનનો સૌથી વધુ મહત્વ ધરાવે છે તેથી તે સમયે કોર્ટ સમક્ષ આવી જામીન માટે અરજી કરશે ત્યારે જાપ્તાની તમામ રકમ હાઇકોર્ટ વેવ (bail amount waived) કરાવશે તેવું કોર્ટે જણાવ્યું હતું. આમ પોતાના નવજીવનના શ્રી ગણેશ કરવા જઈ રહેલી દીકરી તેના પિતાના આશીર્વાદ મેળવી શકે તે માટે કોર્ટે માર્ગ મોકળો કરવાની રાહ દેખાડી હતી.

શું છે સમગ્ર મામલો?

કચ્છના માંડવીમાં 29 જુલાઈ 2021માં અંદાજીત 300 કિલો હેરોઈન (heroin seized at mandvi) પકડાતા NIA દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં આરોપી પકડાતા તેના ઉપર NDPS એક્ટ (narcotic drugs and psychotropic substances act) અંતર્ગત ગુનો નોંધાયો હતો. આરોપીની દીકરીની સગાઈ ટૂંક સમયમાં થવાની હોવાથી દીકરીએ નીચલી કોર્ટ સમક્ષ જામીનની અરજી કરી હતી. નીચલી કોર્ટે 2 દિવસના બેલ જાપ્તાની રકમ ભરવાની શરતે મંજૂર કર્યા હતા, પરંતુ 2 કોન્સ્ટેબલ અને એક ASI જાપ્તાના 2 દિવસના અંદાજીત 50 -50 હજાર રૂપિયા ચૂકવવા પડે તેમ હોવાથી અને દીકરી પાસે જાપ્તાની રકમ ન હોવાને કારણે તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટે પૂછ્યું બીજા જાપ્તાની રકમ ક્યાંથી લાવશો?

કોર્ટે આરોપીની દીકરીને પૂછ્યું હતું કે (Gujarat High Court On Bail Application), જો 2 દિવસના જાપ્તાની રકમમાંથી એક જાપ્તાની રકમ કદાચ વેવ પણ કરાવીએ તો શું એક જાપ્તાની રકમ ભરી શકશો ખરા? આ સામે દીકરીએ દાગીના વેચીને રકમ ભરવાનું જણાવ્યુ હતું. જો કે કોર્ટે આ સામે દીકરીને સમજાવી હતી, કારણ કે અગાઉ એકવાર તેણીની સગાઈ કેન્સલ થઈ ચૂકી છે તેથી હવે તે સગાઈ કેન્સલ ન કરી એક વાર નિકાહની તારીખ નક્કી થઈ જાય પછી તે કોર્ટ સમક્ષ આવે. તે સમયે જાપ્તાની રકમ સંપૂર્ણ વેવ કરી લેવામાં આવશે.

દીકરીએ રડમસ અવાજે પિતાના જામીન માંગ્યા

દીકરી પાસે જાપ્તાના પૈસા ન હોઇ તેની સગાઇના દિવસે તેના પિતાની હાજરી માટે કોર્ટ સમક્ષ તેણીએ રડમસ અવાજે પિતાના જામીન માંગ્યા હતા. જો કે જસ્ટિસ જે.બી. પારડીવાળા (gujarat high court justice j b pardiwala) અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે જણાવ્યું હતું કે, તેમને આવા ઓર્ડર કરતા દુઃખ થાય છે. ઘરેણાં વેચી જામીન મેળવવા એ યોગ્ય નથી. આ સામે નિકાહ એ સગાઈ કરતા પણ વધુ મહત્વનો દિવસ હોય છે. તે દિવસે તેણીને તેના પિતાની વધુ જરૂરિયાત લાગશે તેથી તે નિકાહ સમયે જામીન માટે આવે.

આ પણ વાંચો: modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે

આ પણ વાંચો: Gujarat High Court: 17 ડિસેમ્બરના રોજ ગુજરાતના 200 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.